નિયમ / IRDAએ નવા નિયમ બહાર પાડ્યા, હવે ઇમરજન્સીમાં બ્લેક લિસ્ટેડ હોસ્પિટલમાં પણ દર્દીને એડમિટ કરી શકાશે

IRDA released new rules, now patient can be admitted to blacklisted hospital in emergency

Divyabhaskar.com

Feb 12, 2020, 01:04 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDA)એ પોલિસીધારકોને લાભ મળે એ માટે અત્યારના રોગો અને ઇમરજન્સીની સ્થિતિમાં બ્લેક લિસ્ટેડ હોસ્પિટલમાં ભરતી થવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ, જો કોઈ વ્યક્તિ પોલિસી ઇશ્યૂ થયાના ત્રણ મહિનાની અંદર કોઈ રોગથી પીડાય તો વીમા કંપની તેના દાવાને રદ નહીં કરી શકે. અત્યારે એવા ક્લેમ જેમાં વીમાધારકને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને શ્વસન રોગ જેવી સમસ્યાઓ હોય તેની ક્લેમ પોલિસી જારી થયાના ત્રણ મહિના સુધી સ્વીકારવામાં આવતી નહોતી.

ઇમરજન્સીમાં બ્લેક લિસ્ટેડ હોસ્પિટલમાં પણ ભરતી કરી શકાશે
પોલિસીમાં વધુ એક ફેરફાર એ થયો છે કે, હવે વીમાધારક ઇમરજન્સીમાં બ્લેક લિસ્ટે હોસ્પિટલમાં પણ સારવાર કરાવી શકશે. આ ઇમરજન્સી સિચ્યુએશનમાં હાર્ટ અટેક, સ્ટ્રોક અથવા એક્સિડન્ટ જેવી ઘટનાઓ સામેલ કરવામાં આવી છે, જેમાં પીડિતને ઝડપથી સારવાર આપવાની આવશ્યકતા હોય છે. વીમા કંપનીઓ કેટલીક હોસ્પિટલોને બ્લેક લિસ્ટમાં નાખી દે છે, તેમાં સારવાર કરાવવા પર ક્લેમ સ્વીકારવામાં આવતો નથી.

પોલિસી રિવાઇવલ માટે ટાઇમ પિરિઅડમાં વધારો
IRDAએ વીમા કંપનીઓથી જીવન વીમા પોલિસીઝને ફરીથી એક્ટિવ કરાવવા માટે મળતા સમય (રિવાઇવલ ટાઇમ પિરિઅડ)ને વધારવાનું કહેવામાં આવ્યું હતું. હવે તમારે યૂલિપ પ્લાનમાં અગાઉ ન ચૂકવેલા પ્રીમિયમની તારીખથી 2ને બદલે 3 વર્ષનો સમય મળશે. તેમજ, નોન-લિંક્ડ વીમા પ્રોડક્ટ માટે પોલિસી ફરીથી ચાલુ કરાવવા માટે હવે 5 વર્ષનો સમય મળશે.

સરેન્ડર વેલ્યૂ નિયમોમાં ફેરફાર
સરેન્ડર વેલ્યૂ સંબંધિત નિયમ પણ પોલિસી હોલ્ડર પ્રમાણે થઈ ગયા છે. જ્યારે તમે પોલિસીને પ્રિ-મેચ્યોર પિરિઅડમાં ઉપાડવાનો નિર્ણય કરો ત્યારે તમને જે રકમ મળે તેનેજ સરેન્ડર વેલ્યૂ કહેવામાં આવે છે. લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીના કિસ્સામાં જો તમે કોઈ પણ કારણોસર તમારી પોલિસી સમાપ્ત કરવાનું વિચાર કરો તો તમારે ગેરંટેડ સરેન્ડર વેલ્યૂ મેળવવા ત્રણ વર્ષની રાહ નહીં જોવી પડે. પરંતુ હવે તમે ફક્ત બે વર્ષમાં પોલિસી સમાપ્ત કરી શકશો.

X
IRDA released new rules, now patient can be admitted to blacklisted hospital in emergency

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી