• Home
  • Utility
  • IRCTC launches 'Ask Disha' feature, booking online tickets will be easy

સુવિધા / IRCTCએ ‘Ask Disha’ફીચર લોન્ચ કર્યું, ઓનલાઈન ટિકિટ બુક કરાવવામાં સરળતા રહેશે

IRCTC launches 'Ask Disha' feature, booking online tickets will be easy

  •  મુસાફરોની મદદ કરવા માટે 24 કલાક ઉપલબ્ધ હશે
  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ આ ફીચરથી યુઝર તેમના કોઈપણ સવાલનો જવાબ સેકન્ડમાં મેળવી
  • શકશે
  • IRCTCની વેબસાઈટની જમણી બાજુ તરફ Ask Disha ફીચર દેખાય છે

Divyabhaskar.com

Jan 28, 2020, 03:14 PM IST

યુટિલિટી ડેસ્ક. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ ગ્રાહકોની સુવિધા માટે વેબસાઈટ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ચેટબોટ ફીચર ‘Ask Disha’(આસ્ક દિશા) શરૂ કર્યું છે. IRCTCથી ઓનલાઈન ટિકિટ બુક કરે છે તેમના માટે આ ખૂબ જ ઉપયોગી સુવિધા છે. IRCTCએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તે મુસાફરોની મદદ કરવા માટે 24 કલાક ઉપલબ્ધ હશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ આ ફીચરથી યુઝર તેમના કોઈપણ સવાલનો જવાબ સેકન્ડમાં મેળવી શકશે.

IRCTCની વેબસાઈટ https://www.irctc.co.in/nget/train-search પર જમણી બાજુ તરફ Ask Disha ફીચર દેખાય છે. તે લોકોને ટિકિટ બુકિંગ, ટિકિટ કેન્સલ, તત્કાલ ટિકિટ બુકિંગ અને અન્ય વસ્તુઓ વિશે સંપૂર્ણ જાણકારી આપશે. Ask Disha ડિજિટલ ઇન્ટરેક્શનનું માધ્યમ છે, જે કોઈ પણ સમયે યુઝર્સની મદદ કરશે.

IRCTCના જણાવ્યા પ્રમાણે, Ask Dishaનો ઉપયોગ ભારતીય રેલવેના મુસાફરો ચેટ બોટ દ્વારા તેમના કોઈપણ સવાલ પૂછવા માટે કરી શકે છે. IRCTCની વેબસાઈટની જમણી તરફ આપવામાં આવેલ Ask Disha પર ક્લિક કરીને રેલવેના મુસાફરો તેમના સવાલ ટાઈપ કરતા જ, તેમની સામે તરત જવાબ આવી જશે.

Ask Dishaને તમે પૂછી શકશો કે તત્કાલ ટિકિટ બુકિંગ માટે શું ક્નેક્શન ઉપલબ્ધ છે. તે ઉપરાંત તમે બીજા સવાલ પણ પૂછી શકશો. તે ચેટિંગની જેમ જ કામ કરે છે.


કેવી રીતે કામ કરે છે Ask Disha
જેમ કે, જો તમે Ask Dishaથી ચેટ બોક્સમાં પૂછો છો કે, ઈ-ટિકિટ કેવી રીતે કેન્સલ કરવી, અને રીફંડ કેવી રીતે મળશે? તો તેના પર Ask Disha તમને સંપૂર્ણ પદ્ધતિ જણાવશે. યુઝર્સ પોતાની સુવિધા પ્રમાણે તેના પર હિન્દી અને ઈંગ્લિશ બંને ભાષામાં સવાલ પૂછી શકે છે.

X
IRCTC launches 'Ask Disha' feature, booking online tickets will be easy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી