• Home
  • Utility
  • instead of banning plastic, it's time to recycle it

રિસાઇકલ / આ સમય પ્લાસ્ટિક પર પ્રતિબંધ કરવાને બદલે તેને રિસાઈકલ કરવાનો છે

instead of banning plastic, it's time to recycle it

Divyabhaskar.com

Feb 12, 2020, 04:18 PM IST

યુટિલિટી ડેસ્કઃ વિશ્વભરમાં પ્લાસ્ટિકનાં જોખમો વિશે ચર્ચાઓ થઈ રહી છે અને તેના પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અનેક જાગૃતિના અભિયાનોએ પ્લાસ્ટિકને લીધે પર્યાવરણને કેવું નુકસાન થાય છે તે સમજાવ્યું છે. પરંતુ બંને પાસાઓના જોઈને એ નક્કી કરવું જોઈએ કે ગુનેગાર કોણ છે. સમય જતા રિસાઈક્લિંગના ઓપ્શનને સમજવાની જરૂર છે. આજની પ્રતિસ્થિતિમાં પર્યાવરણમાં પહેલેથી રહેલાં પ્લાસ્ટિકને રિસાઈકલ કરવું જરૂરી છે. તેથી આવનારાં જોખમને ઘટાડી શકાય. જો તેમ કરવામાં આવે તો પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવાની ઓછી આવશ્યકતા રહેશે.

વોટર બોટલ્સ, કાંસકાઓ અને વિવિધ પ્રકારના પીણાંના કન્ટેનર બનાવવા માટે પ્લાસ્ટિક ખૂબ જ અગત્યનું છે. પ્લાસ્ટિકના પ્રકાર અને SPI કોડ્સની જાણકારી રિસાઈક્લિંગનો નિર્ણય કરવા માટે માહિતી આપે છે.

7 પ્રકારના પ્લાસ્ટિક:
પોલિઈથીલિન ટેરાફ્થેલેટ (PETE અને PET) પોલિએસ્ટરનો એક પ્રકાર છે (કપડાંનાં ફેબ્રિક જેવું). તેને મોલ્ડ કરીને પ્લાસ્ટિકની બોટલ્સ અને કન્ટેનર્સ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ફૂડ અને બેવરેજીસ (વિવિધ પ્રકારના પીણાં)નાં પેકેજિંગ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને અન્ય ઘણી બધી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે થાય છે.

હાઈ ડેન્સિટી પોલિઈથીલિન (HDPE) પ્લાસ્ટિકની બોટલ્સ હળવા સખત અસર પ્રતિરોધક અને ભેજ અવરોધક હોય છે. તેલના કેન અને શેમ્પૂની બોટલ્સ બનવવા માટે તે આદર્શ છે.

  • પોલિવિનાઈલ ક્લોરાઇડ (PVC)
  • લો ડેન્સિટી પોલીઈથીલિન (LDPE)
  • પોલિપ્રોપલીન (PP)
  • પોલિસ્ટાયરીન અથવા સ્ટાયરોફોમ (PS)
  • અન્ય પ્લાસ્ટિક (પોલિકાર્બોનેટ, પોલિલેક્ટાઈડ, એક્રેલીક, એક્રીલોનિટ્રાયલ બુટેડિયન સ્ટાયરીન, ફાઈબર ગ્લાસ અને નાયલોન)

પ્લાસ્ટિકના રેઝિન કોડ્સ વિવિધ પ્રકારના પ્લાસ્ટિક વચ્ચેના તફાવત માટે પણ ઉપયોગી છે. પ્લાસ્ટિક માટેના SPI કોડ્સ તમે ઉપયોગ કરી રહેલી પ્રોડક્ટ્સથી તમારા આરોગ્ય અને પર્યાવરણ પર કેવી અસર કરે છે તે વધુ સારી રીતે સમજવામાં તમારી સહાય કરે છે. ગ્રાહકોને આ પ્રત્યે જાણકારી આપવા ઘણી બ્રાંડ્સે પર્યાવરણને અનુકૂળ પહેલ અને નવીનતા સુનિશ્ચિત કરવા સભાન પ્રયત્નો કર્યા છે. પ્લાસ્ટિકના રિસાયક્લિંગનું લક્ષ્ય પ્લાસ્ટિકના પ્રદૂષણના ઊંચા દરને ઘટાડવાનું છે. જેથી, બ્રાંડના નવા પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બનાવવા માટે નવાં મટિરિયલ્સ પર ઓછું દબાણ આવે. આ રીત સંસાધનોના સંગ્રહમાંથી અને જમીન અથવા મહાસાગરો જેવા સ્થળોથી પ્લાસ્ટિકને દૂર કરવામાં મદદ કરે છે.

પ્લાસ્ટિક રિસાઇકલ કરવાની પ્રોસેસ
રિસાયક્લિંગમાં ઘણા સ્ટેપ્સ હોય છે. પ્રથમ પગલાંમાં ઘર, દુકાન અને અન્ય જગ્યાએથી બોટલ્સ એકત્રિત કરવાની રહેશે. ત્યારબાદ દરેક પ્લાસ્ટિકની બોટલને મેટલ, ગ્લાસ અને અન્ય વસ્તુઓથી અલગ રાખવી આવશ્યક છે, જેને લોકો રિસાયકલ બિનમાં મૂકે છે. પ્લાસ્ટિકની બોટલ્સ પ્લાસ્ટિકના કયા ફોર્મમાં છે તે મુજબ પણ તેને અલગ પાડવામાં આવે છે. તે પછી બોટલમાં રહેલો કોઈપણ ખોરાક, પ્રવાહી અથવા રાસાયણિક અવશેષો દૂર કરી તેને સાફ કરવામાં આવે છે.

ત્યારબાદ બધી બોટલ્સ ભેગી કરીને તેના ટૂકડાં કરી નરમ પાડવામાં આવે છે. છેલ્લે તેને ઓગાળી નાની-નાની ગોળીઓ બનાવવામાં આવે છે. આ ગોળીઓ ચોખાના દાણાના કદ જેટલી હોય છે. આ ગોળીઓ બંડલ કરવામાં આવે છે અને તે કંપનીઓને વેચાય છે જે તેમને ઓગાળી શકે છે. ઓગાળ્યા બાદ તેમાંથી વિવિધ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. વિચારો કે કદાચ તમારા જ ઘરમાં રહેલાં પ્લાસ્ટિકના બધા રમકડાં, સાધનો, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અન્ય પ્લાસ્ટિક વસ્તુઓ પણ રિસાઇકલિંગ કરેલાં પ્લાસ્ટિકની મદદથી બનેલી હોઈ શકે છે.

આપણે શા માટે રિસાઈકલ કરવું જોઈએ?
2017માં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન ઇન્ડસ્ટ્રી (FICCI) દ્વારા જાહેર કરાયેલ આંકડા અનુસાર યુએસ જ્યાં દુનિયાનું સૌથી વધુ પર કેપિટા કન્સમ્પ્શન 109 કિલોગ્રામ્સ છે તેની સરખામણીએ ઇન્ડિયાનું પર કેપિટા કન્સમ્પ્શન 11 કિલોગ્રામ્સ (24 પાઉન્ડ્સ) છે. ભારત જે દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે જ્યાં વાર્ષિક મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અંદાજે 62 મિલિયન ટન્સ જેટલો પેદા થાય છે અને આ વેસ્ટ 2030 સુધીમાં 165 મિલિયન ટન્સ સુધી અને 2045 સુધીમાં 450 મિલિયન ટન્સ સુધી પહોંચી જશે.

મહત્ત્વની વાત એમ છે કે એક ટન રિસાઈકલ્ડ પ્લાસ્ટિક 5,774 Kwh (kilowatt hour) એનર્જી, 16.3 ઓઇલ બેરલ્સ, 98 મિલિયન Btu (British thermal unit) એનર્જી અને 30 ક્યુબિક યાર્ડ્સ લેન્ડફિલ સ્પેસ બચાવે છે.

ઇન્ડિયા વિવિધ સ્ક્રેપ મટિરિયલ ઈમ્પોર્ટ કરતો ત્રીજો સૌથી મોટો દેશ છે. જે દેશોના ભારત સાથે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ (FTAs) છે ત્યાંથી પણ આયાત સસ્તી નથી કારણકે સપ્લાયર્સ નોન- ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ દેશોના ડ્યુટી બાદના સ્ક્રેપના ભાવ સાથે તાલ મેળવવા ભાવ વધારે છે.

આવા રિસ્કને પહોંચી વળવા આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ગ્લોબલી એક્સેપ્ટેબલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્ના સ્ક્રેપની ડોમેસ્ટિક સપ્લાય પૂરતી હોય. ઉપરાંત ઇનોવેશન અને R&Dને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂરિયાત છે કારણકે દેશમાં ટેક્લોનોજીનો અભાવ હોવાથી વેપારીઓને પરાણે મોંઘા મશીનની આયાત પર નિર્ભર રહેવું પડે છે.

મહત્તમ રિસાયક્લિંગ માટે નિર્ણાયક પગલાં

ભારતની અલગતા અને રિસાઈક્લિંગ સિસ્ટમ વર્કરની ઈન્ફોર્મલ ચેઇન પર ઓપરેટ થાય છે. પ્લાસ્ટિકનો કચરો વીણતા લોકો વેસ્ટને ડીલર્સને વેચે છે અને તેઓ પ્લાસ્ટિક વેસ્ટ રિસાઈક્લિંગ પ્લાન્ટને વેચે છે.

અલગ-અલગ અંદાજિત આંકડાં પ્રમાણે, ભારતમાં આશરે 60 ટકા કચરો રિસાઈકલ થાય છે. રિસાઈકલ પ્લાસ્ટિક આઈટમ પાછળ ઘણા બધા કારણ છે. પ્રથમ તો પ્લાસ્ટિકની બોટલ બનાવવા માટે વપરાતા કેમિકલનું પ્રદૂષણ ઘટી જાય છે. કચરો રિસાઈકલ થવાને કારણે જમીન પર કચરાના ઢગલા ખડકાયેલા રહેતા નથી, આથી કચરો વધારે જગ્યા પણ રોકતો નથી. રિસાઈક્લિંગ પ્રોસેસ માટે વેસ્ટ ભેગો કરતા લોકોને રોજગારી મળે છે. રિસાયક્લિંગ પ્રોસેસ બાદ વેસ્ટ કચરામાંથી નવું જ મટિરિયલ બને છે.

રિસાઈક્લિંગ પ્રોસેસ દેશના પર્યાવરણ અને ઈકોનોમી માટે સારી અને સરળ છે. પ્રોસેસ માટે નકામા કચરાને યાદ રાખીને સાચી કચરાપેટીમાં ફેંકવાની જરૂર છે.

બિસલેરી પણ દેશમાં મિનરલ વોટર કેટેગરીમાં લીડર છે.

રિસાઈક્લડ વોટર બોટલ ઘણા પ્રકારની પ્રોડક્ટમાં ટ્રાન્સફોર્મ કરી શકાય છે. પ્લાસ્ટિક બોટલ અને તેના ઢાંકણાને પીગાળીને તેમાંથી ઊનથી લઈને પ્લાસ્ટિકના બ્રશ, ફર્નિચર, ફેબ્રિક, રિસાઈક્લેબલ પોલિએસ્ટર ક્લોથિંગ, સ્વેટર અને રોડના કન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં લઈ શકાય છે. એટલું જ નહીં પણ વધારે બોટલની ક્વોલિટી રિડ્યુસ કરીને નવું પ્રોડક્શન પણ કરી શકાય છે.

X
instead of banning plastic, it's time to recycle it

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી