• Home
  • Utility
  • Utility News
  • Information on Safety and Medical Emergency will be available on Helpline number '139', available in 12 languages.

રેલવે / હેલ્પલાઈન નંબર ‘139’ પર સુરક્ષા અને મેડિકલ ઈમરજન્સી ઉપરાંત 8 સુવિધાની માહિતી મળશે, 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે આ સેવા

Information on Safety and Medical Emergency will be available on Helpline number '139', available in 12 languages.

  • રેલવેમાં મુસાફરોની સુવિધા અને ફરિયાદ માટે હવે માત્ર એક હેલ્પલાઈન નંબર 139 કામ કરશે
  • મુસાફરો 139 નંબર પર કોલ અથવા SMS કરીને 8 સુવિધાનો લાભ ઉઠાવી શકશે
  • આ હેલ્પલાઈન નંબર ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ (IVRS)પર આધારિત છે

Divyabhaskar.com

Jan 27, 2020, 03:59 PM IST

યુટિલિટી ડેસ્ક. રેલવેમાં મુસાફરોની સુવિધા અને ફરિયાદ માટે હવે માત્ર એક હેલ્પલાઈન નંબર 139 કામ કરશે. તેના પર 8 સેવાઓ ઉપલબ્ધ હશે. આ હેલ્પલાઈન નંબર ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ (IVRS)પર આધારિત છે. મુસાફરો 139 નંબર પર કોલ અથવા SMS કરીને 8 સુવિધાનો લાભ ઉઠાવી શકશે. તેમાં સુરક્ષા અને મેડિકલ ઈમરજન્સી, પૂછપરછ, કેટરિંગ, સામાન્ય ફરિયાદ, તકેદારી, ટ્રેન દુર્ઘટના સાથે જોડાયેલી માહિતી, ફરિયાદનું સ્ટેટસ અને કોલ સેન્ટરના અધિકારી સાથે વાત કરવી સામેલ છે. આ હેલ્પલાઈન નંબર 12 ભાષામાં ઉપલબ્ધ છે. અત્યારે રેલવેએ સુરક્ષિત યાત્રા માટે મુસાફરોની જાણકારી અને ફરિયાદો માટે 30થી વધુ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.

139 પર કયો નંબર દબાવવાથી કઈ સેવા મળશે

  • સુરક્ષા અને મેડિકલ ઈમરજન્સી- 1 નંબર દબાવવો
  • પૂછપરછઃ પેસેન્જર નામ રેકોર્ડ (PNR), ભાડું, ટિકિટ બુકિંગ સાથે જોડાયેલી જાણકારી માટે- 2 નંબર
  • કેટરિંગ સંબંધી ફરિયાદ માટે- 3 નંબર
  • સામાન્ય ફરિયાદ માટે- 4 નંબર
  • તકેદારી અને ભ્રષ્ટાચારની ફરિયાદ- 5 નંબર
  • ટ્રેન દુર્ઘટના સાથે જોડાયેલી માહિતી- 6 નંબર
  • ફરિયાદનું સ્ટેટસ જાણવા-9 નંબર
  • કોલ સેન્ટરના અધિકારી સાથે વાત કરવા માટે -* બટન દબાવવાનું રહેશે
X
Information on Safety and Medical Emergency will be available on Helpline number '139', available in 12 languages.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી