રેલવે / ટ્રેનના કોચમાં LED લાઇટ્સ લાગશે, વીજ વપરાશ ઘટશે

Indian railway will fit LED lights in Train coaches which will reduce power consumption

Divyabhaskar.com

Nov 05, 2019, 12:49 PM IST

યુટિલિટી ડેસ્કઃ વીજ વપરાશ ઓછો કરવા અને મુસાફરોને શક્ય એટલી સુવિધા આપવા રેલવે નીતનવી ટેક્નિક અપનાવી રહી છે. હવે રેલવેએ ટ્રેનોમાં LED લાઇટ્સ લગાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટની શરૂઆત નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR) ઝોનથી થશે. NFR તેના 1890 પેસેન્જર કોચમાં LED લાઇટ્સ લગાવશે. CFL અને ટ્યુબલાઈટ્સની જગ્યાએ LED લગાવવાનું કામ આગામી એક વર્ષમાં પૂરું કરવામાં આવશે.

40% સુધી વીજળીની બચત થશે
NFR અનુસાર, CFL અને ટ્યુબલાઈટ્સની જગ્યાએ LED લગાવવાથી આશરે 40% સુધી વીજળીની બચત થશે. આ ઉપરાંત, તેનાથી પ્રકાશ પણ વધારે ફેલાશે, જે મુસાફરો માટે પણ સુવિધાજનક રહેશે.
સ્ટેશન્સ પર પહેલેથી જ LED લગાવવામાં આવી ચૂકી છે

NFR રેલવેએ તેનાં તમામ સ્ટેશન્સ પર પહેલેથી LED લગાવી દીધી છે. ગુવાહાટી, ડિબ્રુગઢ, ન્યૂ કૂચ બિહાર, ન્યૂ જલ્પાઇગુડી, કટિહાર અને રંગિયા જેવાં મહત્ત્વના સ્ટેશન્સની લાઇટ્સ એરપોર્ટ પર લગાવવામાં આવતી લાઇટ્સ જેટલી સરસ રીતે ગોઠવવામાં આવી છે.

X
Indian railway will fit LED lights in Train coaches which will reduce power consumption
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી