યુટિલિટી ડેસ્ક. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ‘ઈ-કેલ્ક્યુલેટર’ લોન્ચ કર્યું છે. તે આવકવેરાની ગણતરી કરવામાં મદદ કરશે. આવકવેરા વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર આ કેલ્ક્યુલેટર દ્વારા બજેટમાં સૂચિત નવા અને જૂના આવકવેરા સ્લેબ ઓપ્શનની સરખામણી કરીને જાણી શકાશે કે તમારા માટે કયા દર ફાયદાકારક છે. તેમાં કરદાતાએ માત્ર પોતાની ઉંમર, વાર્ષિક આવક અને ડિડક્શનની નોંધણી કરાવવાની રહેશે. એપ તમને જાતે જ જણાવશે કે, તમારા માટે જૂની ટેક્સ વ્યવસ્થા બરાબર છે કે નવી ટેક્સ વ્યવસ્થા યોગ્ય છે.
નાણામંત્રી નિર્માલા સીતારમણે બજેટ 2020માં બે ટેક્સ સ્ટ્રક્ચર સમાંતર લાગુ કરવાની જાહેરાત કરી છે. આ વ્યવસ્થાને પસંદ કરતા લોકોએ એગ્ઝેમ્પ્શન અને ડિડક્શનથી હાથ થોવો પડશે. તે ખૂબ સરળ છે. તેમાં 6 ટેક્સ સ્લેબ છે. આ વ્યવસ્થાને તમે તમારી મરજીથી પસંદ કરી શકો છો. એટલે કે, આ વ્યવસ્થા વૈકલ્પિક છે. તમે દર વર્ષે તમારી જરૂરિયાત અનુસાર, ટેક્સ સ્કીમ પસંદ કરી શકો છો. તેનો અર્થ એ થયો કે, જો તમને એવું લાગે છે કે નવી ટેક્સ વ્યવસ્થા તમારા માટે ફાયદાકારક નથી તો, તમે આગામી વર્ષથી તમે જૂની વ્યવસ્થાનો વિકલ્પ અપનાવી શકો છો.
આ છે નવા ટેક્સનો ઓપ્શન
બજેટમાં પર્સનલ ઈન્કમ ટેક્સની નવી સિસ્ટમમાં 2.5 લાખ રૂપિયાથી વધારે 5 લાખ રૂપિયા પર 5 ટકાના દરે, 5થી 7.5 લાખ રૂપિયા પર 10 ટકા, 7.50થી 10 લાખ રૂપિયા પર 15 ટકા, 10 લાખથી 12.5 લાખ રૂપિયા પર 20 ટકા અને 12.5 લાખથી 15 લાખ રૂપિયાની આવક પર 25 ટકા તેમજ 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકાના દરે 30 દરે વેરો લાદવાની દરખાસ્ત કરવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.