સુવિધા / દિવાળીમાં હવે ટ્રેનની ટિકિટ લેવા લાંબી લાઇનમાં નહીં લાગવું પડે, એપથી જનરલ ટિકિટ બુક કરાવી શકાશે

In this Diwali period general train Ticket can be booked from the app

Divyabhaskar.com

Oct 08, 2019, 12:08 PM IST

યુટિલિટી ડેસ્કઃ દિવાળી અને છઠ પર લોકો તેમના ઘરે જાય છે. આ દિવસોમાં ટ્રેનની ટિકિટ લેવા લોકોની પડાપડી હોય છે, જેના કારણે ઘણી વખત મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળતાં જનરલ ટિકિટ લેવી પડે છે. જનરલ ટિકિટ લેનારા લોકોની સંખ્યા ખૂબ વધારે હોય છે, આ કારણે લોકોને લાંબી લાઇનમાં લાગવું પડે છે. પરંતુ હવે જનરલ બોગીની ટિકિટ મેળવવા માટે ટિકિટ કાઉન્ટરની બહાર લાંબી લાઇનોમાં ઊભા નહીં રહેવું પડે. હવે તમે તમારા મોબાઇલથી ખૂબ જ સરળતાથી ટિકિટ ડાઉનલોડ કરી શકશો. તાજેતરમાં ભારતીય રેલવેએ એક નવી એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશનમાં ટિકિટ બુક કરવાની અને રદ કરવાની સુવિધા છે.

રેલવે મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, એપ દ્વારા સીઝન ટિકિટનું રિન્યૂઅલ પણ થઈ શકશે. આ માટે તમારે ફક્ત એપ્લિકેશનમાં જઇને ઇ-વોલેટનું રિચાર્જ કરાવવું પડશે, તેમજ યુઝર પ્રોફાઇલ મેનેજમેન્ટ અને બુકિંગ હિસ્ટ્રી ભરવાની રહેશે. આ મોબાઈલ એપ્લિકેશનનું નામ utsonmobile છે. તેને સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ (CRIS) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને વિન્ડોઝ બંને સ્માર્ટફોન બંનેમાં ઉપલબ્ધ છે. યુઝર આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને વિન્ડોઝ સ્ટોરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે.

રેલવે મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, ‘પહેલાં મુસાફરે પોતાનો મોબાઇલ નંબર, નામ, સિટી ટ્રેન ટાઇપ (મેઇલ/એક્સપ્રેસ), ક્લાસ, ટિકિટ ટાઇપ, કેટલા મુસાફરો છે તે દાખલ કરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ બધું નાખ્યા પછી રજિસ્ટ્રેશન પૂરું થઈ જશે અને R-Wallet ઝીરો બેલેન્સ સાથે બની જશે. R-Wallet બનાવવા માટે કોઈ અલગ ચાર્જ લેવામાં આવશે નહીં.’

વેબસાઇટ https://www.utsonmobile.indianrail.gov પર ઉપલબ્ધ રિચાર્જ વિકલ્પોનો ઉપયોગ કરીને R-Wallet રિચાર્જ કરી શકાય છે. R-Wallet કોઈપણ UTS કાઉન્ટર પર પણ રિચાર્જ કરાવી શકાય છે. આ એપ્લિકેશન ફક્ત જનરલ ટિકિટ માટે છે. તેથી એડવાન્સ ટિકિટ બુકિંગને મંજૂરી આપવામાં આવશે નહીં.

X
In this Diwali period general train Ticket can be booked from the app
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી