• Home
  • Utility
  • In the 'Sukanya samriddhi scheme' only Rs. Account can be opened in 250, plus interest on fixed deposit

યોજના / ‘સુકન્યા સમૃદ્ધ યોજના’માં હવે રૂ. 250માં અકાઉન્ટ ઓપન કરાવી શકાશે, ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધારે વ્યાજ મળે છે

In the 'Sukanya-samriddhi scheme' only Rs. Account can be opened in 250, plus interest on fixed deposit

  • યોજનામાં રોકાણ કરવા માટે 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકો છો
  • આ અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકની અધિકૃત બ્રાંચમાં ઓપન કરાવી શકો છો

Divyabhaskar.com

Feb 05, 2020, 04:00 PM IST

યુટિલિટી ડેસ્ક. દરેક પિતાની ઈચ્છા હોય છે કે તેમની લાડકડી દિકરીનું ભવિષ્ય સુરક્ષિત રહે. દીકરીના અભ્યાસ અને લગ્નની ચિંતાને દૂર કરવા માટે તમે તમારા બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ‘સુકન્યા સમૃદ્ધ યોજના’નું અકાઉન્ટ ઓપન કરાવી શકો છો. પહેલા આ સ્કીમ અંતર્ગત તમારે અકાઉન્ટ ઓપન કરાવવા માટે 1 હજાર રૂપિયા ચૂકવવા પડતા હતા પરંતુ હવે તમે માત્ર 250 રૂપિયામાં અકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તેમાં વાર્ષિક 8.4 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે, જે ફિક્સ્ડ ડિપોઝિટ કરતા પણ વધારે છે. આ યોજનામાં રોકાણ કરવા માટે 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકો છો. આ અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકની અધિકૃત બ્રાંચમાં ઓપન કરાવી શકો છો.


મેચ્યોરિટી પહેલા તમે પૈસા ઉપાડી શકો છો
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત માત્ર 250 રૂપિયામાં અકાઉન્ટ ખોલાવી શકો છો

  • હવે ગ્રાહક માત્ર 250 રૂપિયામાં જ અકાઉન્ટ ઓપન કરાવી શકશે. જ્યાં લઘુત્તમ બેલેન્સ 1 હજાર રાખવાનું હતું, તેની જગ્યાએ તમે 250 રૂપિયા અકાઉન્ટમાં ડિપોઝિટ તરીકે રાખી શકો છો.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત બાળકીના જન્મ બાદ 10 વર્ષની ઉંમર પહેલા અકાઉન્ટ ઓપન કરાવી શકો છો. ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
  • છોકરી 21 વર્ષની થાય અથવા છોકરીના લગ્ન થયા બાદ અકાઉન્ટ મેચ્યોર થઈ જશે અને તમને બધા પૈસા વ્યાજ સહિત મળી જશે.

મેચ્યોરિટી પહેલાં કઈ પરિસ્થિતિમાં અકાઉન્ટ બંધ કરી શકાય છે?

  • જ્યારે બાળકીનું મૃત્યુ અથવા માતા-પિતાનું મૃત્યું થઈ જાય તો અકાઉન્ટ બંધ કરવાની સુવિધા મળશે. ત્યારબાદ સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટમાં જમા રકમ બાળકીના માતા-પિતા અથવા બાળકીને વ્યાજ સહિત પાછી આપવામાં આવે છે.
  • અન્ય કિસ્સાઓમાં, અકાઉન્ટ ઓપન કર્યાના 5 વર્ષ બાદ બંધ કરી શકાય છે. આ ઘણા સંજોગોમાં થઈ શકે છે, જેમ કે કોઈ ગંભીર બીમારી થવા પર અથવા ખાતું કોઈ અન્ય કારણોસર બંધ કરવામાં આવી રહ્યું છે, તો તેને મંજૂરી આપી શકાય છે, પરંતુ તેના પર વ્યાજ સેવિંગ અકાઉન્ટના હિસાબે મળશે

યોજના સાથે જોડાયેલી મહત્ત્વની બાબતો

  • સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટથી 18 વર્ષની ઉંમર બાદ બાળકના ઉચ્ચ અભ્યાસ માટે ખર્ચ કરવાની બાબતમાં 50 ટકા રકમ ઉપાડી શકાય છે. તેમાં અકાઉન્ટ ખોલવા માટે બાળકીનું બર્થ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. ઉપરાંત બાળકી અને માતા-પિતાની ઓળખ અને સરનામાંનો પુરાવો આપવો પડશે. આ અકાઉન્ટને સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે.
  • જો 21 વર્ષ પૂરા થતાં પહેલાં ખાતું બંધ કરવામાં આવી રહ્યું છે, તો ખાતાધારકે એફિડેવિટ આપવું પડશે કે ખાતું બંધ કરતી વખતે, તેની ઉંમર 18 વર્ષથી ઓછી નથી.
  • યોજના અંતર્ગત માત્ર ભારતીય નાગરિક જ અકાઉન્ટ ઓપન કરાવી શકે છે. તેની સાથે જોડાયેલી વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
X
In the 'Sukanya-samriddhi scheme' only Rs. Account can be opened in 250, plus interest on fixed deposit

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી