હેલ્થ ઇન્શ્યોરન્સ / સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાન જ લેવો જોઇએ, ખરાબ સમયમાં યોગ્ય મદદ મળે છે

importance fact about health insurance by expert

Divyabhaskar.com

Nov 30, 2019, 12:57 PM IST

યુટિલિટી ડેસ્કઃ સેન્ટર હેલ્થ ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર, મેડિકલ ઇમરજન્સી મામલે લગભગ 80% કેસ પૈસા ન હોવાની સમસ્યાને કારણે બગડી જાય છે. કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં સારવાર પર તો પૈસા ખર્ચવા જ પડે છે પણ સાથે તમારું મનોબળ પણ ઘટી જાય છે. દુર્ઘટનાને કારણે લાંબી રજા લેવાથી આવક અટકી પડે છે. દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિ પર બમણો માર પડે છે. એવામાં હેલ્થ ઇનશ્યોરન્સ તમારા માટે મદદગાર સાબિત થાય છે. આ માટે તમારે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાન જ લેવો જોઇએ. તમે નિયમિત સમય પર થોડું-થોડું પ્રીમિયમ ચૂકવીને તમારા અને પરિવાર માટે મેડિકલ ખર્ચની વ્યવસ્થા કરી શકો છો. તમારે એવી પોલિસી લેવી જોઇએ જેને જીવનમાં કોઇપણ સમયે રિન્યૂ કરાવી શકાય. હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.

પૈસા બગડ્યા એવું ન માનો
કેટલાક લોકો મેડિક્લેમ અથવા હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાને પૈસા બગડ્યા હોવાનું માને છે, જે ખોટું છે. ઇમરજન્સી વખતે આ પ્લાન તમારાં જીવનની રક્ષા કરે છે. આ સાથે જ તમારું બજેટ પણ બગડવા નથી દેતું. થોડું પ્રીમિયમ ચૂકવ્યાં બાદ 5-7 લાખ રૂપિયાનું હેલ્થ કવર લેવામાં તમારી સમજદારી હશે.

જુઓ, સમજો પછી લો
હેલ્થ ઇન્શ્યોરન્સ લેતાં પહેલાં સંબંધિત કંપનીની શરતો યોગ્ય રીતે સમજી લો. ગંભીર બીમારી, પહેલેથી થયેલી બીમારી અને એક્સિડન્ટના મામલે કંપની કેટલું હેલ્થ કવર આપે છે, તેને સમજીને જ પ્લાન લો.

રિન્યૂ કરાવતા રહો, બોનસ મળશે
જો તમે 40 વર્ષની ઉંમર કરતાં પહેલાં હેલ્થ કવર લો તો તમને કોઇ શરત વગર વધઉ ફાયદો મળે છે. યુવાનોમાં બીમારીઓ ઓછી થાય છે. તેથી, વીમા આપનારી કંપનીઓ તેમના માટે પ્રીમિયમ પણ ઓછું રાખે છે. દર વર્ષે તેને રિન્યૂ કરતા રહેવાથી તમને નો ક્લેમ બોનસનો લાભ મળતો રહેશે, જે આગળ કામ આવશે.

યોગ્ય જાણકારી આપો
હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે તમારા મેડિકલ રેકોર્ડ વિશે સાચી જાણકારી આપો. જૂનો રોગ છુપાવો નહીં. જો તમે કંઈ છુપાવ્યું અથવા ખોટી જામકારી આપી તો વીમા કંપની સારવાર શરૂ થયા પહેલાં જ હાથ પાછો ખેંચી શકે છે અને ક્લેમ આપવાની ના પાડી શકે છે. જૂનો રોગ હોય તો તમારે થોડું વધારે પ્રીમિયમ ચૂકવવું પડે. પરંતુ તો પણ તમે ફાયદામાં રહેશો.

શું કવર થશે અને શું નહીં, તે સમજી લો

દરેક વીમા કંપનીના પોતાના નિયમ હોય છે, તે પ્રમાણે જ તે પોલિસી બનાવે છે. હેલ્થ પોલિસી ખરીદતાં પહેલાં એ સમજી લો કે તેમાં કેટલું અને કયું ફાઇનાન્શિયલ કવર મળશે?

લિમિટ અથવા સબ લિમિટવાળો પ્લાન ન લો
હોસ્પિટલમાં પ્રાઇવેટ રૂમના ભાડાંની લિમિટથી બચો. તમારા માટે એ જરૂરી નથી કે સારવાર દરમિયાન તમને કયા રૂમમાં રાખવામાં આવે. ખર્ચ માટે કંપની દ્વારા લિમિટ અથવા સબ-લિમિટ નક્કી કરવી તમારા માટે યોગ્ય નથી. પોલિસી લેતી વખતે આ વાતનું ધ્યાન રાખો.

X
importance fact about health insurance by expert

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી