નુકસાન / બેંક અકાઉન્ટનો ઉપયોગ ન કરતા હો તો બંધ કરાવી દો, પૈસાનું નુકસાન થતાં બચી જશે

If you do not use a bank account, close it, money will be saved

Divyabhaskar.com

Nov 08, 2019, 12:53 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઘણી વખત સેલરી અકાઉન્ટ અથવા અન્ય કારણોસર લોકોને એક કરતાં વધારે બેંક ખાતું ખોલાવવું પડે છે. આમાં કેટલાક અકાઉન્ટ્સનો સમય જતાં ઉપયોગ ઓછો થઈ જાય છે. તેમ છતાં આપણે એ અકાઉન્ટ્સને બંધ નથી કરાવતા, જેના કારણે તમારે ઘણાં પ્રકારનું નુકસાન વેઠવું પડે છે. અમે તમને એવા કારણો વિશે જણાવી રહ્યાં છીએ જે તમને સમજવામાં મદદ કરશે કે શા માટે ન વપરાતું ખાતું બંધ કરાવી દેવું જોઇએ.

મંથલી એવરેજ બેલેન્સ રાખવું જરૂરી

  • બેંક ખાતામાં એક મંથલી એવરેજ બેલેન્સ રાખવાનું હોય છે. તે 500 રૂપિયાથી લઇને 10,000 રૂપિયા સુધીનું હોય છે. જો તમે માસિક સરેરાશ બેલેન્સ ન રાખ્યું તો બેંક તેની પોલિસી પ્રમાણે તમારા ખાતાંમાંથી પૈસા કાપી શકે છે.
  • જો તમારું ઝીરો બેલેન્સ સેલરી અકાઉન્ટ પણ સતત 3 મહિના સુધી સેલરી ન આવવા પર કોઈ ટ્રાન્ઝેક્શન વગરનું પડ્યું હોય તો તે સેવિંગ અકાઉન્ટમાં ફેરવાઈ જાય છે, જેમાં તમારે સામાન્ય બચત ખાતાની જેમ મંથલી એવરેજ બેલેન્સ રાખવું જરૂરી હોય છે.
ડેબિટ કાર્ડ ચાર્જિસ
  • બેંકમાં ખાતું ખોલાવવા માટે કોઈ અલગ ચાર્જ નથી લાગતો, પરંતુ ઘણી બેંકો તેમના ડેબિટ કાર્ડ્સ પર કેટલીક ફી લે છે. આ ફી વાર્ષિક 100 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીની હોય છે.
  • જો તમે તમારું ખાતું નથી વાપરી રહ્યા તો પણ તમારે ડેબિટ કાર્ડની ફી ચૂકવવી પડશે. તેમજ, બેંકો તમારા ફોન પર SMS મોકલવા પર પણ ચાર્જ વસૂલે છે, જે દર ત્રણ મહિને 30 રૂપિયા હોઈ શકે છે.
ઉપયોગ ન કરવા પર ખાતું બંધ થઈ શકે છે
  • જો તમે સતત 12 મહિના સુધી તમારા બેંક ખાતામાં કોઈ લેવડદેવડ ન કરો તો બેંક તમારાં ખાતાંને ઇનએક્ટિવ અકાઉન્ટ માની લેશે.
  • જો કોઈ ઇનએક્ટિવ અકાઉન્ટમાં આગામી 12 મહિના સુધી કોઈ ટ્રાંઝેક્શન ન થાય તો બેંક તેને નિષ્ક્રિય ખાતાની કેટેગરીમાં મૂકશે.
  • બેંકો ઇનએક્ટિવ અકાઉન્ટમાં ટ્રાંઝેક્શન કરવાની ના નથી પાડતી. પરંતુ તમે કોઈ ડોર્મેટ અકાઉન્ટથી બેંકિંગ, ATM ટ્રાન્ઝેક્શન અથવા મોબાઇલ બેંકિંગ કરી શકતા નથી. એટલે સુધી કે બેંકો પણ તમને ડેબિટ કાર્ડ, ચેક બુક અને અડ્રેસ બદલવા માટે પણ ના પાડી શકે છે.
  • ઇનએક્ટિવ અકાઉન્ટ શરૂ કરવા માટે ફક્ત એક ટ્રાન્ઝેક્શન કરવું પડશે. પરંતુ ડોર્મેટ અકાઉન્ટ ચાલુ કરવા માટે તમારે તમારી હોમ બ્રાંચમાં એક એપ્લિકેશન આપીને ફરીથી KYC કરાવવું પડશે.
X
If you do not use a bank account, close it, money will be saved
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી