આધાર કાર્ડ / ડોક્યુમેન્ટ ન હોય તો આ રીતે આધાર માટે અરજી કરી શકાશે, સાંસદ કે ધારાસભ્ય પાસેથી સર્ટિફિકેટ બનાવવાનું રહેશે

If there is no document then one can apply for Aadhaar, making a certificate from MP or MLA.

  • 5 વર્ષ કરતા નાની ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ બનાવવા માટે બર્થ સર્ટિફિકેટની જરૂર પડશે
  • ઘરના મોભી, માતા-પિતાના આધારની મદદથી પણ આધાર કાર્ડ બનાવી શકાય છે
  • આ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટને આધાર નોંધણી માટેનું પ્રમાણપત્ર માનવામાં આવશે

Divyabhaskar.com

Jan 29, 2020, 06:41 AM IST

યુટિલિટી ડેસ્ક. આધાર કાર્ડ જારી કરનારી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તે લોકોને રાહત આપી છે, જેમની પાસે જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાને કારણે આધાર નથી બનાવી શકતા. UIDA એવા લોકોને રાહત આપતા એક પરિપત્રમાં જણાવ્યું છે કે, આ લોકો સાંસદ, ધારાસભ્યની મદદથી આધાર કાર્ડ બનાવી શકે છે. ઘણા લોકો આ સ્ટાન્ડર્ડ પ્રક્રિયા અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાને કારણે આધાર માટે અરજી નથી કરી શકતા. તેને ધ્યાનમાં રાખીને UIDAIએ આ પરિપત્ર બહાર પાડ્યો છે.

આધાર પરિપત્રમાં શું જણાવવામાં આવ્યું છે
ગત નવેમ્બરમાં UIDAIના પોતાના પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે, આધાર માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ન હોવાને કારણે ઘણા લોકો તેને બનાવી નથી શકતા. તેવા લોકોએ સાંસદ, ધારાસભ્ય, ગેઝેટેડ અધિકારી, કોઈપણ શૈક્ષણિક સંસ્થાના વડા, અનાથ આશ્રમના વડા, ગ્રામ પંચાયતના વડા પાસેથી સર્ટિફિકેટ બનાવવાનું રહેશે. ઉપરાંત નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટને આધાર નોંધણી માટેનું પ્રમાણપત્ર માનવામાં આવશે. તેના માટે આધાર રેગ્યુલેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સર્ટિફિકેટની માન્યતા 3 મહિના માટે હશે. ઉપરાંત ઘરના મોભી, માતા-પિતાના આધારની મદદથી પણ આધાર કાર્ડ બનાવી શકાય છે.


તે ઉપરાંત સ્કૂલમાં એડમિશનના લેતા પહેલા માતા પિતા માટે જરૂરી છે કે તેઓ પોતાના બાળકનું આધાર કાર્ડ બનાવી લે. બાળકોને એડમિશન સમયે આધારકાર્ડની જરૂર પડે છે.

5 વર્ષ કરતા નાની ઉંમરના બાળકો માટે આધાર બનાવવાની પ્રોસેસ
જો 5 વર્ષ કરતા નાની ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું છે તો તેના માટે તમારે બાળકના બર્થ સર્ટિફિકેટની જરૂર પડશે. બર્થ સર્ટિફિકેટ નહીં હોય તો બાળકના માતા-પિતામાંથી કોઈ એકના આધાર કાર્ડની મદદથી પણ કામ થઈ જશે. 5 વર્ષ કરતા નાની ઉંમરના બાળકોને બાયોમેટ્રિક વિશે ખબર નથી હોતી, પરંતુ તેઓ 5 વર્ષ કરતા મોટા થઈ જાય છે તો બાયોમેટ્રિક રેકોર્ડ અપડેટ કરાવવાનું રહેશે.

X
If there is no document then one can apply for Aadhaar, making a certificate from MP or MLA.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી