બેકિંગ / IDBI બેંકના ગ્રાહકોને ATM ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે

IDBI Bank customers will have to pay a charge of Rs 20 on failure of ATM transaction

  • પ્રાઈવેટ બેંક IDBIએ  એટીએમ ટ્રાંઝેક્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો 
  • ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે તો ગ્રાહકે તેના માટે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે
  •  IDBI બેંકે ગ્રાહકોને મેસેજ કરીને આ વિશે જાણકારી આપી દીધી છે

Divyabhaskar.com

Dec 01, 2019, 01:41 PM IST

યુટિલિટી ડેસ્ક. પ્રાઈવેટ બેંક IDBIએ એટીએમ ટ્રાંઝેક્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે, જે 1 ડિસેમ્બરથી અમલમાં આવશે. તેના અંતર્ગત જો કોઈ ગ્રાહક નોન- IDBI બેંકના એટીએમમાંથી પૈસા કાઢે છે અને બેલેન્સ ઓછું હોવાને કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે તો ગ્રાહકે તેના માટે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે. IDBI બેંકે ગ્રાહકોને મેસેજ કરીને આ વિશે જાણકારી આપી દીધી છે.

નિયત મર્યાદા કરતા વધુ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે
IDBI બેંક પોતાના એટીએમ પર અનલિમિટેડ એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. પરંતુ અન્ય બેંકોના એટીએમ પર આ મર્યાદા એક મહિનામાં મહત્તમ 5 ટ્રાન્ઝેક્શન સુધી મર્યાદિત છે. આ મર્યાદાથી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ફાઈનાન્શિયલ ચાર્જ ચૂકવવો પડે છે. લગભગ તમામ બેંક પોતાના ગ્રાહકોને દર મહિને અમુક ફ્રી ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ આપે છે, પરંતુ ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી થઈ ગયા બાદ તેના માટે બેંક દ્વારા નિર્ધારિત ચાર્જ ચૂકવવો પડશે.

X
IDBI Bank customers will have to pay a charge of Rs 20 on failure of ATM transaction
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી