• Gujarati News
  • National
  • Home Insurance Is Essential If You Buy A Home With A Loan, Will Provide Financial Protection In The Event Of Damage From Fire And Natural Calamities.

લોન લઈને ઘર ખરીદ્યુ છે તો ઈન્શ્યોરન્સ લેવો જરૂરી છે, આગ અને કુદરતી આપત્તીથી નુકસાન થવા પર આર્થિક સુરક્ષા પ્રદાન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમે ઘરના સ્ટ્રક્ચર અને વસ્તુ બંનેનો ઈન્શ્યોરન્સ કરાવી શકો છો
  • ઘરની વેલ્યુ વીમાની તારીખના સમયે કન્સ્ટ્રક્શન કોસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે

યુટિલિટી ડેસ્ક. કાર અને બાઈકનો ઈન્શ્યોરન્સ તો બધા લોકો કરાવે છે, પરંતુ ઘરનો ઈન્શ્યોરન્સ કોઈ નથી કરાવતું. જ્યારે તમારું સૌથી મોટું રોકાણ તમારું ઘર છે. એટલા માટે જરૂરી છે કે, તમે તમારા ઘરની સુરક્ષા માટે કેટલીક યોજનાઓ બનાવો. હોમ ઈન્શ્યોરન્સ તમને આગ, શોર્ટ સર્કિટ અને કુદરતી આપત્તિ જેવી ઘટનાના કિસ્સામાં આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. તે ઉપરાંત તમે લોન લઈને ઘર બનાવ્યું છે તો આવી સ્થિતિમાં ઈન્શ્યોરન્સ લેવો વધારે જરૂરી બની જાય છે. 

આ ઘટનાઓ પર મળે છે ઈન્શ્યોરન્સ કવરેજ
હોમ ઈન્શ્યોરન્સ પોલિસીમાં આગ લાગવાથી,  વિજળી પડવાથી, વાવાઝોડા, સુનામી, પૂર અને ભૂકંપ, મિસાઈલ ટેસ્ટિંગ, ચોરી-લૂંટ, આતંકવાદી ઘટનાઓ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિની સામે કવરેજ પ્રદાન કરે છે. 

ઘરની સાથે વસ્તપનો પણ ઈન્શ્યોરન્સ હોય છે
જો તમે ઘરનો ઈન્શ્યોરન્સ કરાવી રહ્યા હોય તો સમજી લો કે, તમે ઘરના સ્ટ્રક્ચર અને વસ્તુ બંનેનો ઈન્શ્યોરન્સ કરાવી શકો છો. ઘરના સ્ટ્રક્ચરનો ઈન્શ્યોરન્સ થાય છે, જ્યારે ઘરની વસ્તુનો ઈન્શ્યોરન્સ માર્કેટ વેલ્યુ પ્રમાણે થાય છે. ઘરની વેલ્યુ વીમાની તારીખના સમયે કન્સ્ટ્રક્શન કોસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે.

શું છે ક્લેમની પ્રોસેસ
તમારા ઘરમાં કોઈ દુર્ઘટના બને તો તમે હોમ ઈન્સ્યોરન્સ પોલિસી અંતર્ગત ક્લેમ કરવા માટે ક્લેમ ફોર્મની સાથે પોલીસ FRIની કોપી, પોલીસ પાસેથી મળેલો ફાઈનલ રિપોર્ટ ઉપરાંત તમામ બિલ અને રિપેર એસ્ટીમેટની કોપી જમા કરાવવાની હોય છે.

ઈન્શ્યોરન્સ લેતા સમયે આટલી બાબતોનું ધ્યાન રાખવું
કોઈ પણ ઈન્શ્યોરન્સ પોલિસી લેતા સમયે તે વાતને સારી રીતે તપાસી લેવી કે, પ્લાનના અંતર્ગત તમારા ઘરની કઈ-કઈ વસ્તુ કવર કરવામાં આવી છે. ઈન્શ્યોરન્સ લેતા સમયે જ તમારે ક્લેમની તારીખને પણ સમજી લેવી જરૂરી છે. થઈ શકે છે કે, બે કંપનીઓની પોલિસી તમને એક સમાન રકમ આપવાનું વચન આપે, પરંતુ ક્લેમ લેતા સમયે એટલી રકમ ન મળે. તેનાથી બચવા માટે તે ખાતરી કરી લેવી કે જેટલા પૈસા બતાવવામાં આવી રહ્યા છે, તે તમામ પૈસા ક્લેમની રકમ તરીકે મળશે અથવા ઓછા મળશે. 


જ્યારે પણ તમે કોઈ ક્લેમ કરો છો, તો કંપની પહેલા બે બાબતોની તપાસ કરે છે કે, વાસ્તવમાં તે વસ્તુઓ તમારી પાસે હતી અથવા નહોતી અને શું તમારા દ્વારા દર્શાવવામાં આવેલી કિંમત યોગ્ય છે? આવી સ્થિતિમાં તમારો પક્ષ મજબૂત રહે તેના માટે તમે પોલિસી કરાવતા સમયે વસ્તુનો વીડિયો બનાવી શકો છો. 

અન્ય સમાચારો પણ છે...