ગરમીમાં રેલવે 650 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, અત્યારથી ફ્લેક્સિફેર શરૂ અને વેઈટિંગ 80 ટકા સુધી થઈ ગયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેલવેએ પેસેન્જરોની સુવિધા માટે ગરમીમાં આ વખતે 650થી વધુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની તૈયારીમાં
  • મે અને જૂનમાં રાજધાની, શતાબ્દી અને દુરન્તો જેવી પ્રીમિયમ ટ્રેનમાં ફ્લેક્સીફેયર શરૂ થઈ ગયું

યુટિલિટી ડેસ્ક. જો વેકેશનમાં ફરવા જવાનું કે વતનમાં જવાનું નક્કી કરતાં હોવ તો અત્યારથી રિઝર્વેશન કરાવી લો. કારણ,કે ભીડભાડવાળા રૂટની ટ્રેનમાં અત્યારથી જ વેઈટિંગ શરૂ થઈ ગયું છે. જોકે રેલવેએ પેસેન્જરોની સુવિધા માટે ગરમીમાં આ વખતે 650થી વધુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની તૈયારીમાં છે. જરૂર પડશે તો અલગ-અલગ શ્રેણીના વધારાના કોચ પણ લગાવાશે. રિઝર્વેશનની સ્થિતિને જોઈને માર્ચના પ્રથમ સપ્તાહમાં સ્પેશિયલ ટ્રેનના રૂટ અને તેની સંખ્યા નક્કી કરી કરવામા આવશે. ગરમીની રજામાં દિલ્હીથી પટણા મુઝફ્ફરનગર, દિલ્હીથી જમ્મુ, ઈન્દૌરથી બિહાર, કોલકાતાથી પટના તરફ જતી ટ્રેનમાં વેઈટિંગ 80 ટકા સુધી થઈ ગયું છે. તો મે અને જૂનમાં રાજધાની, શતાબ્દી અને દુરન્તો જેવી પ્રીમિયમ ટ્રેનમાં ફ્લેક્સીફેયર શરૂ થઈ ગયું. 


ઈન્દૌરથી પટના અને દિલ્હીથી મુઝફ્ફરનગર તરફ જતી ટ્રેનમાં રિઝર્વેશન શરૂ થયાના થોડાક દિવસમાં વેઈટિંગ આવી ગયું હતું. બીજીતરફ દેશમાં સૌથી વધુ વ્યસ્ત રૂટમાં દિલ્હી-હાવડા અને દિલ્હી-મુંબઈ છે. આ રૂટ પર રોજની 1800 ટ્રેનનું આવાગમન થાય છે. આ બંને રૂટના કેટલાક હિસ્સામાં એપ્રિલથી માલગાડી માટે શરૂ થાય છે. તેથી હાલના ટ્રેક પરથી માલગાડી હટી જશે. તેથી પેસેન્જર ટ્રેનની સરેરાશ સ્પીડ વધશે. આ રૂટ પર ટ્રેનોની નિયમિતતા 75% થી વધીને 90% થઈ જશે. 

રેલવે શરૂ કરી દીધી છે તૈયારી
રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેશ દત્ત વાજપેયીએ કહ્યું કે રેલવે ગરમીમાં વધારે ટ્રેન ચલાવશે અને ટ્રેનમાં કોચ લગાવવા માટે વિવિધ રૂટ પર થનારા રિઝર્વેશન પર નજર રાખશે. વધુ રિઝર્વેશન કે વેઈટિંગ આવે તો તેવા રૂટ પર વધારાની ટ્રેન દોડાવાશે. મંત્રાલયના મીડિયા એડવાઈઝર અનિલ સક્સેનાએ કહ્યું કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની તૈયારી છે. 

અહીં ચાલશે મોટાભાગની સ્પેશિયલ ટ્રેન
નવી દિલ્હી, દિલ્હી સરાય રોહિલ્લા, આનંદવિહાર, રાજેન્દ્રનગર પટના, ગાંધીધામ, અમૃતસર, બાન્દ્રા ટર્મિનસ, લખનઉ, જમ્મુ-તાવી, ગોરખપુર, પુણે, નિજામુદ્દિન, બેંગ્લુરુ, ચૈન્નાઈ, ગોવા, ગાજીપુર, અમદાવાદ વગેરે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.

ટ્રેન   રૂટ    સ્થિતિ
બિહાર સંપર્ક ક્રાંતિ નવી દિલ્હી-મુઝફ્ફરનગર56 વેઈટિંગ
ઈન્દોર-પટના એક્સઈન્દોરથી પટના80 વેઈટિંગ
ઉત્તર સંપર્ક ક્રાંતિદિલ્હીથી જમ્મુ2 વેઈટિંગ
અવધ આસામદિલ્હીથી લખનઉ5 આરએસી
સિયાલદા રાજધાનીદિલ્હીથી સિયાલદા2 આરએસી
અમૃતસર મેલ કોલકાતાથી પટના1 આરએસી

અન્ય સમાચારો પણ છે...