તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસ થઈ ગયો હોય તો, હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ક્લેમ આપવાની ના નહીં પાડી શકે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક. કોરોના વાઈરસે અથવા COVID-19 દુનિયાના 100 કરતા વધારે દેશોને પોતાની લપેટમાં લઈ લીધા છે. ભારતમાં તેના 69 કેસ નોંધાયા છે, જ્યારે એક શંકાસ્પદનું પણ મોત નીપજ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)દ્વારા કોરોના વાઈરસને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. તેમજ ભારત સરકારે પણ કોરોના વાઈરસને લઈને નવી સૂચનાઓ જારી કરી છે. બુધવારે જારી કરવામાં આવેલ આદેશ પ્રમાણે, વિશ્વના કોઈ પણ વ્યક્તિના વિઝા 13 માર્ચના રોજ સાંજે 5.30 વાગ્યે (12 GMT)થી આગામી 35 દિવસ માટે રદ કરવામાં આવ્યા છે, જોકે ભારતમાં રહેતા તમામ વિદેશીઓના વિઝા માન્ય રહેશે.


ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)એ થોડા દિવસ પહેલાં વીમા કંપનીઓને એવી પોલિસી તૈયાર કરવામાં માટે કહ્યું હતુ જેમાં કોરોના વાઈરસની સારવારનો ખર્ચ પણ કવર થઈ જાય પરંતુ સમસ્યા એ છે કે કોઈ પણ બીમારીને રોગચાળો જાહેર કરવામાં આવે ત્યારબાદ વીમા કંપનીઓ હેલ્થ કવર પ્રદાન નથી કરતી. આવી સ્થિતિમાં, સામાન્ય માણસ માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે…

વીમા કંપની ક્લેમ આપવાની ના નહીં પાડી શકે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 2012-13 અથવા તેના પહેલાં બનાવવામાં આવેલી પોલિસીમાં સ્પષ્ટપણે કહેવામા આવ્યું હતું કે, રોગચાળો જાહેર થવા પર વીમા કંપની બીમારીનો ક્લમે નહીં આપે. પરંતુ 2012 બાદ આવેલ પ્રોડક્ટ (પોલિસી)માં આવી કોઈ છૂટ આપાવામાં આવી નથી જેથી વીમા કંપનીઓ ક્લેમ આપવાની ના પાડી શકશે નહીં. એટલે કે કોઈ વ્યક્તિને કોરોના વાઈરસ થઈ જાય છે તો વીમા કંપની તેને ક્લેમ કરવાની ના નહીં પાડી શકે. 

પોલિસીના 30 દિવસનો વેઈટિંગ પીરિઅડ્ સમાપ્ત થવો જરૂરી
HDFC એગ્રો હેલ્થ ઈન્શ્યોરન્સના બ્રાંચ મેનેજર અતુલના જણાવ્યા પ્રમાણે, કોઈ પણ કંપનીનો હેલ્થ ઈન્શ્યોરન્સ લીધેલ કોઈપણ વ્યક્તિન કોરોનાની સારવારનો દાવો લેવા માટે યોગ્યતા દાખવે છે, પરંતુ શરત એ છે કે, પોલિસીના 30 દિવસનો વેઈટિંગ પીરિઅડ સમાપ્ત થઈ ગયો હોય અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય અને કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યો છે. 


તેમણા જણાવ્યા પ્રમાણે, હેલ્થ પોલિસીમાં શરત એ હોય છે કે, તેમાં પહેલાં દિવસથી એક્સીડેન્ટલ કવરેજ અને 30 દિવસ બાદથી તમામ બીમારીઓને કવરેજ પ્રદાન કરેછે. જો કે, કોરોના વાઈરસ એક વાયરલ ચેપ હોવાથી,  વીમાદાતાને કોઈપણ સંજોગોમાં ક્લેમ મળશે. તો બીજી તરફ રોગચાળો વધારે ફેલાય છે અને હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે ડોક્ટરે એવું લખીને આપે છે કે, તેમના માટે બેડની વ્યવસ્થા નથી તો, તેવા કિસ્સામાં દર્દીને ઘરે સારવારની સુવિધા પણ મળશે.

નોંધઃ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીનો 30 દિવસનો વેઈટિંગ પીરિઅડ સમાપ્ત થયો નથી તો વીમાધારક ક્લેમ લેવા માટે પાત્ર રહેશે નહીં.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો