તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

HDFC બેંકે 'myApps' નામની એપ લોન્ચ કરી, એપ્લિકેશન દ્વારા માસિક બીલ અથવા ફી ચૂકવી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ એપમાં ઘણી બેંકિંગ પ્રોડક્ટને એક સાથે રાખવમાં આવી છે
  • HDFC બેંક સંસ્થાઓને myApps દ્વારા તેમની ઇકોસિસ્ટમને ડિજિટાઇઝ કરવામાં મદદ કરી રહી છે
  • એપમાં ચાર પ્રકારની એપ્લિકેશન પ્રદાન કરી રહી છે

યુટિલિટી ડેસ્ક. દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે HDFC બેંકે ગુરુવારે myApps નામની એક એપ લોન્ચ કરી છે. આ એપમાં ઘણી બેંકિંગ પ્રોડક્ટને એક સાથે રાખવમાં આવી છે, જેનાથી  શહેરી સ્થાનિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટીઓ, સ્થાનિક ક્લબ અથવા ધાર્મિક સંગઠનોને ફાયદો મળી શકશે. આ સુવિધાનો લાભ મેળવવા માટે તમારે તમારા બેંક અકાઉન્ટ HDFC બેંક સાથે ઓપન કરાવવાનું રહેશે.


આ એપમાં ડેટા સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એકદમ નવી પહેલમાં HDFC બેંક સંસ્થાઓને myApps દ્વારા તેમની ઇકોસિસ્ટમને ડિજિટાઇઝ કરવામાં મદદ કરી રહી છે. અત્યારે બેંક આ એપમાં ચાર પ્રકારની એપ્લિકેશન પ્રદાન કરી રહી છે. તે માયસોસાયટી, માયપ્રેયર, માયક્લબ અને માયસિટી. HDFC બેંકના જણાવ્યા પ્રમાણે, myAppsની મદદથી સંસ્થાઓ પોતાનું બ્રાંડિંગ અને કન્ટેટને કસ્ટમાઇઝ કરવામાં મદદ મળશે. સૌથી ખાસ વાત એ છે કે, myApps એપ્લીકેશન દરેક સંસ્થાના સભ્ય માટે ફ્રી હશે.


સભ્યો આ એપ્લિકેશન દ્વારા માસિક બીલ અથવા ફી ચૂકવી શકે છે અથવા તમામ સુવિધાઓ માટે ઓનલાઇન બુકિંગ કરી શકશે. myApps દ્વારા ઓર્ગેનાઈઝેશન પેમેન્ટનો રિપોર્ટ, સભ્યો દ્વારા બુક કરાયેલ સુવિધાઓ, યુઝર્સની તરફથી મોકલવામાં આવેલી રિક્વેસ્ટ અથવા ફરિયાદો એક્સેસ કરવામાં સરળ થઈ જશે. સરળતાથી થઈ જશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો