ફેરફાર / 15 જાન્યુઆરીથી ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગ અનિવાર્ય થશે, ગ્રાહકોને શુદ્ધ સોનું મળશે

Hallmarking of gold jewelery will be mandatory from January 15

  • નિયમોની અવગણના કરવાથી 1 લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની સજા થઈ શકે છે
  • દેશમાં 800 હોલમાર્કિંગ સેન્ટર, ફક્ત 40% ઘરેણાંનું જ હોલમાર્કિંગ થઈ રહ્યું છે
  • બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા હોલમાર્ક જ્વેલરી પર BISનું ચિહ્ન હોય છે

Divyabhaskar.com

Nov 30, 2019, 11:23 AM IST

યુટિલિટી ડેસ્કઃ લોકો પાસેથી સોનાના નામે થતી છેતરપિંડી અટકાવવા અને તેમને શુદ્ધ સોનું અપાવવા સોનાના દાગીના અને કલાકૃતિઓ માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલ માર્કિંગ ફરજિયાત કરવામાં આવશે. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને માહિતી આપી કે, કેન્દ્ર સરકાર આ અંગે 15 જાન્યુઆરી 2020 ના રોજ એક જાહેરનામું પણ બહાર પાડશે. સૂચના બહાર પાડ્યાના એક વર્ષ પછી એટલે કે 15 જાન્યુઆરી, 2021થી સોનાના દાગીના પર ચિહ્નિત BIS હોલમાર્કિંગ ફરજિયાત રહેશે.

નિયમ ન માનનારાઓ પર કાર્યવાહી થશે
તેમણે જણાવ્યું કે, BIS હોલમાર્કિંગ ફરજિયાત થયા બાદ જો કોઈ ઝવેરી નિયમોની અવગણના કરે તો એક લાખ રૂપિયા દંડ અને એક વર્ષની સજા થઈ શકે છે. આ ઉપરાંત, દંડ તરીકે સોનાના મૂલ્યના 5 ગણા સુધી ચૂકવણી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

હોલમાર્કિંગ શું હોય છે?
સોનાની ખરીદી કરતી વખતે ગ્રાહકો છેતરવામાં ન આવે તે માટે ભારતીય બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની સ્થાપના કરવામાં આવી હતી. BIS સોના-ચાંદીના સિક્કા અને ઝવેરાતની શુદ્ધતાને પ્રમાણિત કરે છે અને તેને ચિહ્નિત કરે છે, જેને હોલમાર્ક કહેવામાં આવે છે. હોલમાર્કમાં પાંચ અંકો હોય છે. દરેક કેરેટ્સનું હોલમાર્ક અલગ હોય છે. જ્વેલરી પર એક હોલમાર્ક હોવાનો અર્થ એ છે કે તેની શુદ્ધતા પ્રમાણિત છે. હોલમાર્ક એ સરકારની બાંયધરી છે. ઘણા ઝવેરીઓ તપાસ પ્રક્રિયા કર્યાં વગર હોલમાર્ક લગાવી દે છે. હો લમાર્કનો ફાયદો એ છે કે જ્યારે તમે સોનું વેચવા અથવા બદલવા જશો તો તેમાંથી ડેપ્રિસિએશન કોસ્ટ કાપવામાં આવશે નહીં.

હોલમાર્કની ઓળખ
મૂળ હોલમાર્ક પર BISનું ત્રિકોણાકાર ચિહ્ન હોય છે. તેના પર સોનાની શુદ્ધતા તેમજ હોલમાર્કિંગ સેન્ટરનો લોગો લખેલો હોય છે. તેમાં જ જ્વેલરી પ્રોડક્શનનું વર્ષ અને કોણે બનાવેલી છે તેનો લોગો પણ હોય છે. આ સર્ટિફિકેટમાં કેરેટ ચોક્કસ ચેક કરી લો. તેની સાથે જ ગોલ્ડમાં લાગેલા સ્ટોન માટે પણ એક અલગ પ્રમાણપત્ર લો. આ છેતરપિંડીની શક્યતા ઘટાડશે.

X
Hallmarking of gold jewelery will be mandatory from January 15
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી