શરૂઆત / હજની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ થઈ, આવું કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો

haj yatra ; india becomes the first country in the world to make haj process completely digital

  • પહેલીવાર એરલાઇન્સે ડિજિટલ પ્રિ-ટેગિંગની વ્યવસ્થા કરી છે
  • મુસાફરોનું સિમ કાર્ડ હજ મોબાઇલ એપ સાથે લિંક કરવામાં આવશે 

Divyabhaskar.com

Dec 02, 2019, 01:25 PM IST

યુટિલિટી ડેસ્કઃ ભારત પહેલો એવો દેશ બન્યો છે જ્યાં હજની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ થઈ ગઈ છે. રવિવારે જેદ્દાહમાં સાઉદી હજ પ્રધાનના દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા બાદ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આ વાત કરી હતી. હવે ઓનલાઇન એપ્લિકેશન, ઇ-વિઝા, હજ મોબાઈલ એપ્લિકેશન, ઇ-મસિહા, ઇ-લગેજ પ્રિ-ટેગિંગ જેવી ડિજિટલ સુવિધાઓ છે. 30 નવેમ્બર સુધીમાં ભારતીય હજ સમિતિને કુલ 1,76,714 અરજીઓ મળી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર છે.

ડિજિટલ પ્રિ-ટેગિંગથી તમામ જાણકારી મળશે
નકવીએ કહ્યું કે, પહેલીવાર એરલાઇન્સ દ્વારા ડિજિટલ પ્રિ-ટેગિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી હજ યાત્રીઓને ભારતમાં જ તમામ પ્રકારની માહિતી જેમ કે મક્કા મદીનામાં કયા મકાનનો કયા રૂમમાં રોકાવાથી લઇને એરપોર્ટ પર ઉતર્યા પછી કયા નંબરની બસ લેવાની રહેશે એ વિશે માહિતી મળી જશે.

હજ યાત્રીઓના સિમ કાર્ડ હજ મોબાઇલ એપથી લિંક રહેશે
મુસાફરોના સિમ કાર્ડને હજ મોબાઇલ એપ્લિકેશન સાથે જોડવામાં આવશે, જેથી તેમને હજને લગતી નવી માહિતી મળતી રહેશે. આ વર્ષે મુંબઇના હજ હાઉસ ખાતે 100 ટેલિફોન લાઇન માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

મેડિકલ સેવા મળશે
નકવીએ કહ્યું કે, એક તરફ ભારતમાં તમામ મુસાફરોને આરોગ્ય કાર્ડ પ્રદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સાઉદી અરેબિયામાં તેમને 'ઇ મસીહા આરોગ્ય સુવિધા' આપવામાં આવશે. આમાં, દરેક હજ યાત્રાળુના સ્વાસ્થ્યને લગતી માહિતી ઓનલાઇન મળશે. ઇમરજન્સી કન્ડિશનમાં તેમને તુરંત તબીબી સહાય આપવામાં આવશે.

હજ ગ્રુપ ઓર્ગેનાઇઝર્સને પોર્ટલ સાથે જોડ્યા
હજ ગ્રુપના આયોજકોને પણ 100% ડિજિટલ ટેક્સ પોર્ટલ http://haj.nic.in/pto/ સાથે જોડવામાં આવ્યા છે. તેમાં બધા અધિકૃત આયોજકોના પેકેજ વિશેની માહિતી સામેલ છે. આવતા વર્ષે બે લાખ ભારતીય મુસ્લિમો કોઈપણ હજ સબસિડી વિના હજ યાત્રા પર જશે.

X
haj yatra ; india becomes the first country in the world to make haj process completely digital
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી