• Home
  • Utility
  • Utility News
  • gym's membership will be available free of cost on Health Insurance policy, Discount on protein supplement

IRDA / હેલ્થ ઇન્શ્યોરન્સ ઉતરાવવા પર જિમની મેમ્બરશિપ ફ્રીમાં મળશે, પ્રોટીન સપ્લિમેન્ટ પર ડિસ્કાઉન્ટ મળશે

gym's membership will be available free of cost on Health Insurance policy, Discount on protein supplement

Divyabhaskar.com

Nov 09, 2019, 11:17 AM IST

યુટિલિટી ડેસ્કઃ ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA) ટૂંક સમયમાં એક નવો ડ્રાફ્ટ લઈને આવી રહી છે. આ ડ્રાફ્ટ હેઠળ, તમને ફ્રીમાં સારવાર તો મળશે જ પણ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ હોલ્ડરને ફ્રીમાં જિમ મેમ્બરશિપ, યોગા સેન્ટર્સ અને પ્રોટીન સપ્લીમેન્ટ પર ડિસ્કાઉન્ટ વાઉચર્સ જેવી સુવિધાઓ મળી શકે છે. આ સિવાય પોલિસી ધારકોને OPD સલાહ, દવાઓ, હેલ્થ ચેકઅપ્સ, નિદાન નિ:શુલ્ક મળી શકશે.

આ નવી સુવિધાઓ મળી શકે છે

  • અત્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ આપતી કેટલીક કંપનીઓ તેમનાં કવરેજમાં હેલ્થ ચેકઅપ અને અને ડાયગ્નોસ્ટિક્સ આપે છે.
  • IRDAએ કહ્યું કે, વીમાની રકમ આનાથી અલગ હશે અને કોઈપણ બોનસ સાથે જોડવામાં આવશે નહીં.
  • IRDAના જણાવ્યા અનુસાર, વીમા કંપનીઓએ એ પણ કહેવું પડશે કે પોલિસી રિન્યૂ થવાની સ્થિતિમાં આ બધા લાભો કેરી ફોરવર્ડ થશે કે કેમ.
  • પોલિસી ધારકોને વર્ષમાં એકવાર મોકલવામાં આવતા ફાયદાઓની વિગતો આપવાની રહેશે.
  • ફેમિલી ફ્લોટર પ્લાન્સમાં આવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે કે નહીં. આ વિશે પોલિસી હોલ્ડર્સને સ્પષ્ટ કહેવું પડશે.
X
gym's membership will be available free of cost on Health Insurance policy, Discount on protein supplement
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી