હેલ્થ ઇન્શ્યોરન્સ / હેલ્થ ઇમર્જન્સીને પહોંચી વળવા માટે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાન લેવો જોઈએ

Get Certified Financial Plan for Health Emergency

Divyabhaskar.com

Jan 27, 2020, 11:30 AM IST

યુટિલિટી ડેસ્કઃ કોઈ ગંભીર બીમારી કે દુર્ઘટના સમયે સારવાર દરમિયાન પૈસાનો ખર્ચો થાય છે સાથે જ પરિવારનું મનોબળ પણ તૂટી જાય છે. હેલ્થ ઇમર્જન્સીમાં સારવાર દરમિયાન આવક પર રોક લાગે છે. તેવામાં હેલ્થ ઇન્શ્યોરન્સ મદદરૂપ સાબિત થાય છે. તેના માટે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાન લેવો જરૂરી છે. જીવનભર રિન્યૂ કરાવી શકાય તેવી પોલિસી લેવી જોઈએ.

હેલ્થ ઇન્શ્યોરન્સને બચત સમજો
કેટલાક લોકો મેડિક્લેમ અથવા હેલ્થ ઇન્શ્યોરન્સને પૈસાનો વ્યય સમજતા હોય છે પરંતુ આ ધારણા ખોટી છે. ઇમર્જન્સી સમયે હેલ્થ ઇન્શ્યોરન્સ આર્થિક રીતે ઘણો લાભદાયી સાબિત થાય છે. તેનાથી બજેટ બગડતું નથી. દર મહિને થોડી પ્રીમિયમની રકમની ચૂકવણીથી 5થી 7 લાખ રૂપિયાનું હેલ્થ કવર લેવું લાભદાયી સાબિત થશે.

કંપનીની શરતોનું ધ્યાન રાખો
હેલ્થ ઇન્શ્યોરન્સ લેતા પહેલાં સંબંધિત કંપનીની શરતોને સમજી લેવી જરૂરી છે. ગંભીર બીમારી, પહેલાંથી રહેલી બીમારી અને અકસ્માતમાં કંપની કેટલું હેલ્થ કવર આપે છે તે સમજી વિચારીને હેલ્થ કવરની પસંદગી કરવી જોઈએ.

પોલિસી રિન્યૂ કરાવવી
જો તમે 40 વર્ષની ઉંમર પહેલાં હેલ્થ કવર લો છો તો તમને બિનશરતી અનેક ફાયદાઓ મળે છે. યુવાવસ્થામાં ઓછી બીમારી થાય છે. તેથી હેલ્થ કવર આપતી કંપની પ્રિમિયમની ઓછી રકમ નક્કી કરે છે. દર વર્ષે પોલિસી રિન્યૂ કરાવતા રહેવાથી ‘નો ક્લેમ બોનસ’નો લાભ મળે છે.

કંપનીને સાચી માહિતી આપો
હેલ્થ ઇન્શ્યોરન્સ લેતા સમયે મેડિકલ રેકોર્ડની સાચી જાણકારી આપવી જરૂરી છે. અગાઉ થયેલી બીમારીની માહિતી પણ આપવી આવશ્યક છે. જો કોઈ બીમારી વિશે ખોટી માહિતી અથવા તેની માહિતી કંપનીને ન આપવામાં આવે તો સારવાર શરૂ કરતાં પહેલાં જ કંપની તેનું કવર પાછું લઇ લે છે.

કવર વિશે જાણો
દરેક વીમા કંપનીના પોતાના અલગ અલગ નિયમો હોય છે. તે પ્રમાણે પોલિસી નક્કી થાય છે. હેલ્થ પોલિસી ખરીદતાં પહેલાં તેમાં કેટલું અને કયા પ્રકારનું હેલ્થ કવર મળશે તેની જાણકારી લેવી જોઈએ.

લિમિટ અથવા સબ લિમિટવાળા પ્લાનની ખરીદી ન કરો

હોસ્પિટલમાં પ્રાઇવેટ રૂમના ભાડાંના ખર્ચાની લિમિટથી બચવું જોઈએ. હેલ્થ પોલિસીમાં કંપની દ્વારા આવી જ કેટલીક પ્રકારની લિમિટ અને સબ લિમિટ નક્કી કરવામાં આવતી હોય છે. તેથી લિમિટ અથવા સબ લિમિટવાળો પ્લાન ન લેવો જોઈએ.

X
Get Certified Financial Plan for Health Emergency

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી