• Home
  • Utility
  • For electric vehicles, charging stations will be started every 3 kilometers in the city

સુવિધા / ઇલેક્ટ્રિક વાહનો માટે શહેરમાં દર 3 કિલોમીટરના અંતરે ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

  • હાઇવેની બન્ને બાજુ 25 કિલોમીટરના અંતરે પણ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. દેશમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ 2 ચરણમાં કરવામાં આવશે
  • પ્રથમ ચરણમાં એટલે કે આગામી 1થી 3 વર્ષમાં 40 લાખથી વધારે વસ્તી ધરાવતાં શહેર અને તેનાથી જોડાયેલા તમામ હાઇવે પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે
  • બીજા ચરણમાં 3થી 5 વર્ષમાં રાજ્યોની રાજધાની અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યાલયમાં ચાર્જિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે

Divyabhaskar.com

Oct 06, 2019, 02:48 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને વેગ આપવા માટે કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી આર કે સિંહે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ માટે નવા માર્ગદર્શન માટે મંજૂરી આપી છે. આ માર્ગદર્શનને 14 ડિસેમ્બર 2018ના રોજ ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. આર કે સિંહે જણાવ્યું કે નવા માર્ગદર્શનમાં વાહનમાલિકોની ચિંતાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેનાથી ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવાની સંભાવના છે.

ઇલેક્ટ્રિક વાહન માલિકની ચિંતા દૂર કરવા માટે આખા દેશમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત શહેરમાં 3 કિલોમીટરના અંતરમાં ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ કરવામાં આવશે. આ સિવાય તમામ હાઇવેની બન્ને બાજુ 25 કિલોમીટરના અંતરે પણ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. દેશમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ 2 ચરણમાં કરવામાં આવશે.


3 કિલોમીટરના અંતરે 1 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે
પ્રથમ ચરણમાં એટલે કે આગામી 1થી 3 વર્ષમાં 40 લાખથી વધારે વસ્તી ધરાવતાં શહેર અને તેનાથી જોડાયેલા તમામ હાઇવે પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. બીજા ચરણમાં 3થી 5 વર્ષમાં રાજ્યોની રાજધાની અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યાલયમાં ચાર્જિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ સિવાય ભારે ઇલેક્ટ્રિક વાહનો માટે દર 100 કિલોમીટરના અંતરે ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે.

ઘર અને ઓફિસમાં પણ ખાનગી સ્ટેશન શરૂ કરવામાં આવશે
ઘર અને ઓફિસમાં પણ ખાનગી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. તેના માટે વીજળી ડિસ્ટ્રીબ્યુશન કરતી કંપનીઓને મંજૂરી આપવામાં આવશે. તેના માટે કોઈ પણ પ્રકારનું લાયસન્સ લેવાની જરૂર નથી.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી