તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવિંગ અકાઉન્ટ અને કરન્ટ અકાઉન્ટ વચ્ચેનું અંતર જાણો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ દેશમાં મોટે ભાગે તમામ લોકો પાસે પોતાનું બેંક અકાઉન્ટ છે. આ બેંક અકાઉન્ટ સેવિંગ્સ હોય છે અથવા કરન્ટ. આ બંને પ્રકારના અકાઉન્ટનો ઉપયોગ ડિપોઝિટ અને ટ્રાન્જેક્શન માટે કરવામાં આવે છે પરંતુ બંને અકાઉન્ટમાં અંતર રહેલું છે. સેવિંગ અકાઉન્ટમાં મેકિસમમ બેલેન્સની લિમિટ હોય છે જયારે કરન્ટ અકાઉન્ટમાં તેની કોઈ લિમિટ હોતી નથી. 

સેવિંગ અને કરન્ટ અકાઉન્ટમાં અંતર  

  • સેવિંગ અકાઉન્ટનો ઉપયોગ સેલરી માટે એમ્પ્લોય અથવા અન્ય લોકો તેમની બચત જમા કરાવવા માટે કરતા હોય છે. કરન્ટ અકાઉન્ટનો ઉપયોગ બિઝનેસથી જોડાયેલા લોકો કરે છે. તેનો ઉપયોગ સ્ટાર્ટઅપ, પાર્ટનરશિપ ફર્મ, LLP, પ્રાઇવેટ લિમિટેડ કંપની, પબ્લિક લિમિટેડ કંપની પણ કરે છે.
  • સેવિંગ અકાઉન્ટ પર વ્યાજ મળે છે, જયારે કરન્ટ અકાઉન્ટમાં કોઈ વ્યાજ મળતું નથી.
  • સેવિંગ અકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ મળે છે તેથી તે ટેક્સ અંતર્ગત આવે છે. જોકે કરન્ટ અકાઉન્ટમાં કોઈ વ્યાજ ન મળતું ન હોવાથી તે ટેક્સમાં સામેલ થતું નથી.
  • સેવિંગ અકાઉન્ટમાંથી જમા રકમમાંથી જ પૈસા ઉપાડી શકાય છે જ્યારે કરન્ટ અકાઉન્ટમાં જમા રકમથી વધારે પૈસા પણ ઉપાડી શકાય છે.
  • સેવિંગ અકાઉન્ટથી મહિનામાં ટ્રાન્જેક્શન કરવાની પણ એક ચોક્કસ લિમિટ હોય છે જયારે કરન્ટ અકાઉન્ટમાં ટ્રાન્જેક્શનની કોઈ લિમિટ હોતી નથી.
  • સેવિંગ અકાઉન્ટમાં મેક્સિમમ બેલેન્સની એક ચોક્કસ લિમિટ હોય છે જ્યારે કરન્ટ અકાઉન્ટમાં તેની કોઈ લિમિટ નથી હોતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser