સુવિધા / 15 ફેબ્રુઆરીથી ફ્રી ફાસ્ટેગ મળશે, ન લગાવ્યું તો ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે

fastag to be available for free till February end

Divyabhaskar.com

Feb 13, 2020, 02:44 PM IST

યુટિલિટી ડેસ્કઃ દેશના તમામ રાજમાર્ગોના ટોલ બૂથો પર ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. લોકોને અસુવિધાથી બચાવવા માટે કેન્દ્ર સરકારે NHAI સેન્ટર, ટોલ પ્લાઝા અને RTO ઓફિસ, પેટ્રોલ પંપ અને ટ્રાન્સપોર્ટ હબથી ફાસ્ટેગમાં ફ્રીમાં વહેંચવાનો નિર્ણય લીધો છે. તમારે ફક્ત ટેગ માટે આપવી પડતી સિક્યોરિટી ડિપોઝિટ અને ન્યૂનતમ બેલેન્સ ચૂકવવું પડશે. આ સ્કીમ હેઠળ ફક્ત 15 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન ફાસ્ટેગ ફ્રીમાં લઈ શકાશે.

સામાન્ય રીતે ફાસ્ટેગ ખરીદવા માટે 100 રૂપિયા ફી ચૂકવવાની હોય છે. 28 જાન્યુઆરી સુધીમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ હેઠળ 1.4 કરોડથી વધુ ફાસ્ટેગ જારી કરવામાં આવી ચૂક્યા છે. NHAIએ તેના તમામ ટોલ પ્લાઝા પર 15 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે. જો કોઇ વ્યક્તિની ગાડી પર ફાસ્ટેગ લગાવેલું જોવા નહીં મળે તો તેણે ડબલ ટોલ ચૂકવવો પડશે.

ફાસ્ટેગ શું છે?
આ એક રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ છે, જે વાહનના વિન્ડશિલ્ડ પર લગાવવામાં આવે છે જેથી ગાડી ટોલ પ્લાઝા પરથી પસાર થાય તો પ્લાઝા પર રહેલું સેન્સર તેને રીડ કરી શકે. ત્યાં લાગેલી ડિવાઇઝ ઓટોમેટિકલી ટોલ ટેક્સની વસૂલી કરી લે છે. આનાથી વાહન ચાલકોનો સમય બચી જાય છે. NPCIના ડેટા મુજબ, હાલમાં ફાસ્ટેગ દ્વારા દેશમાં 537 ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.

ફાસ્ટેગથી ટોલ કલેક્શનનો ડેટા

  • જાન્યુઆરી 2020માં નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર ફાસ્ટેગથી લગભગ 9.30 કરોડ ટ્રાન્ઝેક્શન થયાં છે. તેનાથી સરકારને 1,622 કરોડની આવક થઈ છે.
  • ડિસેમ્બર મહિનામાં સરકારને આ ટોલ પ્લાઝાથી ફાસ્ટેગ દ્વારા 1,256 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આ સમય દરમિયાન ફાસ્ટેગથી 6.40 કરોડ ટ્રાન્ઝેક્શન થયાં હતાં.
  • નવેમ્બરમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગથી 3.40 કરોડ ટ્રાન્ઝેક્શન થયાં. નવેમ્બરમાં આ ટ્રાન્ઝેક્શનથી આશરે 774 કરોડ રૂપિયાની આવક થઈ.
  • ઓક્ટોબર 2019માં ફાસ્ટેગથી 3.10 કરોડ ટ્રાન્ઝેક્શન થયાં હતાં, જેના કારણે સરકારે 703 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફાસ્ટેગથી પાર્કિંગ અને ફ્યુલ પેમેન્ટ પણ કરી શકાશે
ટોલ ટેક્સ પર ટેક્સ વસૂલવા સિવાય ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં ફ્યુલ પેમેન્ટ અને વાહન પાર્કિંગ ચાર્જનું પેમેન્ટ પણ કરી શકાશે. હૈદરાબાદ એરપોર્ટથી તેની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં કાર પાર્કિંગ અને અન્ય ચાર્જ ફાસ્ટેગથી ચૂકવાઈ રહ્યો છે. તે ફાસ્ટેગ 2.0 નામથી જાણી શકાશે. હૈદરાબાદમાં સફળતા બાદ આ પ્રોજેક્ટ દિલ્હી એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જણાવ્યું કે, ફાસ્ટેગ 2.0 પાયલટ પ્રોજેક્ટ બે તબક્કામાં શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કો એક કન્ટ્રોલ પાયલટ ચેકિંગ છે, જે અંતર્ગત ફક્ત ICICI ટેગ્સનો જ ઉપયોગ કરવામાં આવશે. પાયલટ પ્રોજેક્ટના બીજા તબક્કામાં અન્ય તમામ બેંકો દ્વારા જારી કરાયેલા ટેગ્સને આવરી લેવામાં આવશે.

X
fastag to be available for free till February end

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી