તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત, નહીં હોય તો ડબલ ટેક્સ ચૂકવવો પડશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • દેશના તમામ ધોરીમાર્ગો પરથી પસાર થવા માટે વાહનમાં ફાસ્ટેગ નહી હોય તો ડબલ ટેક્સ ચૂકવવો પડશે
 • વાહન ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાંથી પસાર થાય છે ત્યારે ટોલ ચાર્જ ઓટોમેટિક કપાઇ જાય છે
 • એક વખત જારી કરવામાં આવેલ ફાસ્ટેગ 5 વર્ષ માટે એક્ટિવ રહે છે

યુટિલિટી ડેસ્ક. જો તમે નેશનલ હાઈવે પર પસાર થતી કાર પર 15 જાન્યુઆરી 2020 સુધી ફાસ્ટેગ નહીં લગાવ્યો તો તમારે ડબલ ટેક્સ ચૂકવવો પડશે. ફાસ્ટેગ એક ઈલેક્ટ્રોનિક ટોલ ક્લેક્શન ટેક્નિક છે જે નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. 15 જાન્યુઆરીથી, ફાસ્ટટેગ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત ટોલ પ્લાઝા પર 3 લાઈનો ફરજિયાત બનશે. આ ટેક્નિક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID)ના પ્રિન્સિપલ પર કામ કરે છે. આ ટેગ વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે, જેથી ટોલ પ્લાઝા પર રહેલા સેન્સર તેને રીડ કરી શકે. જ્યારે વાહન ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાંથી પસાર થાય છે ત્યારે ટોલ ચાર્જ ઓટોમેટિક કપાઇ જાય છે. તેના માટે વાહનોને લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. એક વખત જારી કરવામાં આવેલ ફાસ્ટેગ 5 વર્ષ માટે એક્ટિવ રહે છે. માત્ર તેને સમય પર રિચાર્જ કરાવવું પડે છે. 


પોતાના વાહન માટે ફાસ્ટેગ ખરીદવો સરળ છે. નવી ગાડી ખરીદતા સમયે ડિલર્સથી તમે ફાસ્ટેગ પ્રાપ્ત કરી શકો છો. ઉપરાંત જૂના વાહનો માટે તેને નેશનલ હાઈવેના પોઈન્ટ ઓફ સેલથી ખરીદી શકાય છે. તે ઉપરાંત ફાસ્ટેગને પ્રાઈવેટ સેક્ટરની બેંકમાંથી પણ ખરીદી શકાય છે. તેનું ટાયપ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે હોય છે. તેને સિન્ડિકેટ બેંક,  Axis બેંક, IDFC બેંક, HDFC બેંક, SBI બેંક, અને ICICI બેંકમાંથી પ્રાપ્ત કરી શકો છો. તમે ઈચ્છોતો પેટીએમથી પણ ફાસ્ટેગ ખરીદી શકો છો. 

ફાસ્ટેગ માટે ક્યા ડોક્યુમેન્ટ્સની જરૂરી હોય છે
જો તમે કોઈ પોઈન્ટ ઓફ સેલ (POS)થી ફાસ્ટેગ ખરીદી રહ્યા છો તો તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. તમારે આ ડોક્યુમેન્ટની ઓરિજનલ કોપી સાથે લઈ જવાની રહેશે જેથી વેરિફાઈ કરી શકાય. તમારે વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી, વાહન માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને કેવાઈસી ડોક્યુમેન્ટસ હોવા જરૂરી છે. તેમાં તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ અથવા આધાર કાર્ડ સામેલ હોય શકે છે. ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત તે બાબત પર આધાર રાખે છે કે તમારું વાહવ પ્રાઈવેટ છે કે કોમર્શિયલ છે. 

કેવી રીતે ઉપયોગ કરવો ફાસ્ટેગનો 
સૌથી પહેલાં ફાસ્ટેગ માટે તમારે પ્લાસ્ટિકનું કવર રિમૂવ કરવું પડશે અને તેને વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવાનું રહેશે. પહેલી વખત ઉપયોગ કરી રહેલા યુઝર્સે તેને પોતાના ઓનલાઈન વોલેટથી લિંક કરવાનું રહેશે. તેના માટે તેમને તે બેંકની વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાંથી ખરીદવામાં આવ્યા છે. ત્યારબાદ આપવામાં આવેલ સ્ટેપને ફોલો કર્યા બાદ ઉપયોગ કરી શકાય છે. તેને વોલેટથી ઓનલાઈન રિચાર્જ કરી શકાય છે. ફાસ્ટેગ અકાઉન્ટમાંથી પૈસા કટ થયા બાદ તેનો એક એસએમએસ અલર્ટ પણ આવશે


ફાસ્ટેગ ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ટોલ પ્લાઝા પર લાંબી લાઈન નહીં લાગે. સાથે પેમેન્ટની સુવિધાને કારણે કોઈ પણ રોકડની જરૂરિયાત ઉભી નહીં થાય.  ટોલ પ્લાઝા પર પેપરનો ઉપયોગ પણ ઓછો થઈ જશે. લેનમાં વાહનોની લાંબી લાઈન ઓછી થઈ જશે તેના કારણે પ્રદૂષણ પણ ઓછું થશે. ફાસ્ટેગનાં ઉપયોગ પર ઘણા પ્રકારની કેશબેક અને અન્ય ઓફર પણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો