ફેરફાર / 1 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત, કાર પર ફાસ્ટેગ નહીં હોય તો ડબલ ટોલ ચુકવવો પડશે

Fastag compulsory starting December 1

  • કેન્દ્ર સરકારે 1 ડિસેમ્બરથી ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સની વસૂલાત ફરજિયાત કરી દીધી છે
  • જો કોઈ આ ફાસ્ટેગ તેમની કાર પર નહીં લગાવે તો તેને ડબલ ટોલ ચુકવવો પડશે
  • ફાસ્ટેગ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)દ્વારા સંચાલિત છે

Divyabhaskar.com

Nov 21, 2019, 02:00 PM IST

યુટિલિટી ડેસ્ક. ટોલ પ્લાઝા પર ભીડ અને પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે 1 ડિસેમ્બરથી ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સની વસૂલાત ફરજિયાત કરી દીધી છે. જો કોઈ આ ફાસ્ટેગ તેમની કાર પર નહીં લગાવે તો તેને ડબલ ટોલ ચુકવવો પડશે. ફાસ્ટેગ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)દ્વારા સંચાલિત છે.

ફાસ્ટેગ કેવી રીતે કામ કરે છે
તે એક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ છે જેને વાહનની વિન્ડશીલ્ડ પર લગાવવામાં આવે છે. જ્યારે કોઈ વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે તો ત્યાં લગાવવામાં આવેલ ડિવાઈસ ટેક્સ વસૂલ કરે છે. તે ડ્રાઇવરોનો સમય બચાવે છે. NPCIના આંકડા પ્રમાણે, હાલમાં દેશમાં 528 થી વધુ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.


અહીંથી ખરીદી શકાય છે ફાસ્ટેગ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા, SBI, HDFC, ICICI સહિત અન્ય બેંક, ઓનલાઈન, પ્લેટફોર્મ, પેટીએમ, એમેઝોન ડોટ કોમ. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ, નેશનલ હાઈવે ઓથોરિટીની માઈ ફાસ્ટ એપ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.

ફાસ્ટેગ ખરીદવા માટે આ દસ્તાવેજ જોઈશે

  • ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • ગાડીનો માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • ગાડીના માલિકના નો યોર કસ્ટમર (કેવાઈસી) ડોક્યુમેન્ટ. જેમ કે, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ
  • ફાસ્ટટેગ ખરીદતા સમયે આ તમામ દસ્તાવેજોની ઓરિજનલ કોપી સાથે રાખવી પડશે

અત્યાર સુધી 60 લાખ ફાસ્ટેગનું વેચાણ થયું
નાણાકીય વર્ષ 2019-20 માટે ફાસ્ટેગના ઉપયોગ પર 2.5 ટકાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર 2019 સુધી 60 લાખ ફાસ્ટેગ વેચવામાં આવ્યા છે અને તેના દ્વારા લગભગ 12,850 કરોડ રૂપિયાનું ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન કરવામાં આવ્યું છે.

X
Fastag compulsory starting December 1

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી