યોજના / ખોટી અને ભ્રમિત કરે તેવી જાહેરખબર દેખાડવા પર 5 વર્ષની જેલ થશે, 50 લાખ રૂપિયાનો દંડ આપવો પડશે

Falsifying and misleading advertisement will result in 5 years imprisonment, fine of Rs 50 lakh

  • સરકારે વર્તમાન ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડી એક્ટ  1954માં સુધારો કરવાનો નિર્ણય કર્યો
  • કંપનીઓને આવા ભ્રમિત દાવાઓ કરતા અટકાવવા માટે અત્યારે કાયદામાં જે દંડની જોગવાઈ છે તે પર્યાપ્ત નથી

Divyabhaskar.com

Feb 09, 2020, 07:54 PM IST

યુટિલિટી ડેસ્ક. ખોટી અને ભ્રમિત કરે તેવી જાહેરખબરોને રોકવા માટે સરકાર એક નવો કાયદો લાવી રહી છે. ગોરા બનાવવાની, હાઈટ વધારવાની અથવા વજન ઘટાડવા જેવી નકલી જાહેરખબરો પર કંપનીઓને 50 લાખ રૂપિયા સુધીનો દંડ આપવો પડશે. તે ઉપરાંત 5 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. કેન્દ્ર સરકારે ઉત્પાદનો વેચવા માટે ઉપયોગમાં લેવાતી ખોટી જાહેરખબર પર પ્રતિબંધ મૂકવા માટે વર્તમાન ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડી (ઓબ્જેક્શનેબલ એડવર્ટાઈઝમેન્ટ) એક્ટ 1954માં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેના અંતર્ગત તમારા ઉત્પાદનો વેચવા માટે ખોટી જાહેરખબર બનાવવા પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.

કેટલો દંડ લાગશે
અધિકારીના જણાવ્યા પ્રમાણે, શરીરને આકર્ષણ બનાવવાના ખોટા વાયદા કરતી જાહેરખબર દેખાડવા કંપનીઓ પર 10 લાખ રૂપિયા સુધી દંડ અને બે વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તેમ છતાં, કંપનીઓ આવી જાહેરખબરો દેખાડવાનું બંધ નહીં કરે તો 50 લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી રહી છે તે ઉપરાંત તેને 5 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.

અત્યારે શું છે જોગવાઈઓ
કંપનીઓને આવા ભ્રમિત દાવાઓ કરતા અટકાવવા માટે અત્યારે કાયદામાં જે દંડની જોગવાઈ છે તે પર્યાપ્ત નથી. વર્તમાનમાં આ પ્રકારની જાહેરખબરો દેખાડવા પર 6 મહિનાસુધીની જેલ અથવા દંડ બંને થઈ શકે છે. તો બીજી બાજુ, બે વખત અથવા તેનાથી વધારે વખત દોષી સાબિત થાય છે તો 1 વર્ષ સુધીની જેલ અથવા દંડ, અથવા બંને થઈ શકે છે. અત્યારે દંડ તરીકે વધુ રકમ વસૂલવાની કોઈ જોગવાઈ નથી.

X
Falsifying and misleading advertisement will result in 5 years imprisonment, fine of Rs 50 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી