સુવિધા / EPFOએ ‘નિધિ આપકે નિકટ’સુવિધા શરૂ કરી, મહિનાની 10મી તારીખે PF સંબંધિ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે

EPFO launches 'Nidhi Aapke Nikat' facility, will solve PF problem on 10th of the month

  • તમે EPFO ઓફિસ જઈને તમે તમારી ફરિયાદ અથવા સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો
  • જો કોઈ મહિનાની 10 તારીખે રજા આવતી હશે તો નિધિ આપકે નિકટ કાર્યક્રમ પછીના કાર્યકારી દિવસે આયોજન કરવામાં આવશે
  • તે ઉપરાંત તમે તમારી ફરિયાદ ઓનલાઈન પણ ફાઈલ કરી શકો છો

Divyabhaskar.com

Jan 26, 2020, 03:23 PM IST

યુટિલિટી ડેસ્ક. જો તમારે તમારા પ્રોવિડન્ટ ફંડ (PF) સંબંધિત કોઈ સમસ્યા છે, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હકીકતમાં એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ પોતાના સભ્યો માટે નવી સુવિધા શરૂ કરી છે. તેના અંતર્ગત સભ્યોના PF સંબંધિત સમસ્યાનું નિરાકરણ દર મહિનાની 10 તારીખે લાવવામાં આવશે. EPFOની તમામ બ્રાંચ ઓફિસ દર મહિનાની 10 તારીખે ‘નિધિ આપકે નિકટ’ કાર્યક્રમ આયોજિત કરી સભ્યોની ફરિયાદોનું નિરાકરણ લાવશે. આ સ્થિતિમાં તમે EPFO ઓફિસ જઈને તમે તમારી ફરિયાદ અથવા સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.

દર મહિનાની 10 તારીખે હશે નિધિ આપકે નિકટ કાર્યક્રમ
જો કોઈ મહિનાની 10 તારીખે રજા આવતી હશે તો નિધિ આપકે નિકટ કાર્યક્રમ પછીના કાર્યકારી દિવસે આયોજન કરવામાં આવશે. તેનાથી EPFOના સભ્યોને તેમની ફરિયાદો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવું સરળ બનશે. આ પ્રોગ્રામની પાછળનો EPFOનો મુખ્ય હેતુ તમામ હિતધારકોને એક સમાન પ્લેટફોર્મ પર લાવવાનો છે.

25 તારીખ સુધી સમસ્યાનું નિવારણ
જો કોઈ સભ્યની સમસ્યાનું નિરાકરણ નિધિ આપકે નિકટ કાર્યક્રમ દરમિયાન તે જ દિવસે ન થઈ શકે તો સભ્યની અરજીને બ્રાંચ ઓફિસરે માર્ક કરવી પડશે અને પ્રભારી અધિકારીઓએ ખાતરી કરવી પડશે કે સભ્ય અથવા સ્ટોક હોલ્ડરની ફરિયાદ મહિનાની 25મી તારીખે ઉકેલાય.

જો કોઈ કારણસર કોઈ અરજદારની ફરિયાદના નિરાકરણ માટે સમય લાગતો હોય તો અરજદારને એક્શન ટેકેન રિપોર્ટની સાથે એક વચગાળાનો જવાબ દર મહિનાની 25મી તારીખ સુધીમાં મોકલવો આવશ્યક છે ત્યાં સુધી જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય.

ઓનલાઈન પણ કરી શકો છો ફરિયાદ
તે ઉપરાંત તમે તમારી ફરિયાદ ઓનલાઈન પણ ફાઈલ કરી શકો છો. તેના માટે EPFOની એક વેબસાઈટ જારી કરવામાં આવી છે. તમે https://www.epfindia.gov.in/ વેબસાઈટ પર પોતાની ફરિયાદ ફાઈલ કરી શકો છો. પોતાની સમસ્યાના નિવારણ માટે EPFOના ઓનલાઈન પોર્ટલ epfigms.gov.in પર જવું. અહીં તમારે PF અકાઉન્ટ સંબંધિત સમસ્યા ફાઈલ કરવાની રહેશે. અહીં ફરિયાદ ફાઈલ કર્યા બાદ તમે સ્ટેટસ પણ જાણી શકો છો. આ તમામ સુવિધા આ પોર્ટલ પર મળી રહી છે.

કેવી રીતે ફાઈલ કરવી ફરિયાદ
ફરિયાદ ફાઈલ કરવા માટે તમારે આ પોર્ટલ પર જવાનું રહેશે. અહીં તમારે 'રજિસ્ટર ગ્રીવન્સ' પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતા નવું પેજ તમારી સામે ઓપન થશે, તેના પર તમારે તમામ ડિટેઈલ ભરવાની રહેશે. તેમાં તમારે તમારો PF નંબર, નામ અને જે કંપનીની વિરુદ્ધ ફરિયાદ કરો છો તેના વિશે જાણકારી અહીં ફાઈલ કરવાની રહેશે.

X
EPFO launches 'Nidhi Aapke Nikat' facility, will solve PF problem on 10th of the month
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી