ફાસ્ટેગ / 1 ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનચાલકોને 2.5 ટકા કેશબેક મળશે

Drivers who pass through Toll Plaza from December 1 will receive 2.5 percent cashback

  •  મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે 1 ડિસેમ્બરથી નેશનલ હાઈવે પર જતાં વાહનો પર ‘ફાસ્ટેગ’ ફરજિયાત બનશે
  • નાણાકીય વર્ષ 2019-20 પર નેશનલ હાઈવે પર વાહનચાલકોને 2.5 ટકા કેશબેક ઓફર મળશે
  • અન્ય બેંકો ફાસ્ટેગ પર 1 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ આપી રહી છે

Divyabhaskar.com

Nov 19, 2019, 04:08 PM IST

યુટિલિટી ડેસ્ક. ટોલ પ્લાઝા પર ભીડ અને પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે 1 ડિસેમ્બરથી નેશનલ હાઈવે પર જતાં વાહનો પર ‘ફાસ્ટેગ’ ફરજિયાત બનશે. વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં કુલ 400 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ટોલ વસૂલવામાં આવે છે. પરંતુ હવે જલ્દી અન્ય તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવશે, જેથી વાહનોની લાંબી લાઈનો નહીં લાગે.

ફાસ્ટેગના ઉપયોગથી સમય અને ઈંધણની બચતની સાથોસાથ લોકોને ઘણા ફાયદા મળશે. આ ફાસ્ટેગને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ઈન્ટરનેટ બેંકિગ અથવા મોબાઈલ બેકિંગ દ્વારા રિચાર્જ કરી શકાશે. ઘણી બેંકો તેના પર ગ્રાહકોને ખાસ ઓફર પણ આપી રહી છે. નાણાકીય વર્ષ 2019-20 પર નેશનલ હાઈવે પર વાહનચાલકોને 2.5 ટકા કેશબેક ઓફર પણ આપવામાં આવી રહી છે. તો અન્ય બેંકો ફાસ્ટેગ પર 1 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ આપી રહી છે. આ ઈન્શ્યોરન્સ વાહનચાલક માટે ઉપલબ્ધ હશે.

ફાસ્ટેગ લગાવ્યા બાદ જો કોઈ વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે તો તેમને યુઝર્સના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ટોલ ભરાઈ જાય તેવો તરત જ મેસેજ અલર્ટ પણ આવી જશે. યુઝર્સ ફાસ્ટેગ લોગ-ઈન પોર્ટલ પર પણ પોતાનું સ્ટેટમેન્ટ તપાસી શકે છે.

કેવી રીતે મળશે ફાસ્ટેગ નવી કાર ખરીદતા સમયે ડીલર પાસેથી તમે ફાસ્ટેગ પ્રાપ્ત કરી શકો છો. જૂનાં વાહનો માટે તેને નેશનલ હાઈવેના પોઈન્ટ ઓફ સેલ પરથી ખરીદી શકાય છે. તે ઉપરાંત ફાસ્ટેગને પ્રાઈવેટ સેક્ટરની બેંકોમાંથી ખરીદી શકાય છે. તેમનું ટાઈઅપ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા થી થાય છે. તેમાં સિંડિકેટ બેંક, Axis બેંક, IDFC બેંક, HDFC બેંક, SBI બેંક, અને ICICI બેંક સામેલ છે. તમે ઈચ્છો તો Paytm પરથી પણ ફાસ્ટેગ ખરીદી શકો છો.

X
Drivers who pass through Toll Plaza from December 1 will receive 2.5 percent cashback
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી