રિસર્ચ / પ્રેગ્નન્સીમાં દારૂ પીવાથી બાળકના મગજ પર ખરાબ અસર પડે છે

Drinking alcohol in pregnancy can have a bad effect on a child's brain

  • ગર્ભાવસ્થામાં દારૂ પીવાથી બાળકનું વજન જન્મ સમયે ઓછું હોય છે
  • બાળકની સર્જનાત્મક એટલે કે જ્ઞાન સંબંધી પ્રવૃતિઓ પર અસર થાય છે

Divyabhaskar.com

Feb 01, 2020, 11:47 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. પ્રેગ્નન્સી દરમિયાન સિગારેટ-દારૂનું સેવન હાનિકારક હોય છે એ વાત આપણે બધા જાણીએ છીએ. પરંતુ ઘણી સ્ત્રીઓ કે જેઓ ગર્ભવતી થાય તે પહેલાં સિગારેટ કે દારૂનું સેવન કરતી હોય તે તેમની આદતને કંટ્રોલ નથી કરી શકતી અને તેમને એવું લાગે છે કે થોડું દારૂ પીવાથી કે સ્મોકિંગ કરવાથી શું ફરક પડે છે? પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન દારૂ પીવાથી ગર્ભમાં ઊછરી રહેલા બાળકના મગજ પર ખરાબ અસર પડે છે.

જન્મ લેનાર બાળક ખરાબ અસર પડે છે

પ્રેગ્નન્સી દરમિયાન દારૂ પીવાથી ગર્ભમાં ઊછરી રહેલા બાળકનું વજન જન્મ સમયે ઓછું હોય છે, ઉપરાંત બાળકના મગજ પર ખરાબ અસર થાય છે અને બાળકની સર્જનાત્મક પ્રવૃત્તિ પર પણ અસર થાય છે. તાજેતરમાં યુકેની બ્રિસ્ટલ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું અને રિસર્ચમાં તે વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ગર્ભવતી મહિલાઓ દારૂનનું સેવન કરે છે તો તેનાથી જન્મ લેનાર બાળક પર શુ અસર થાય છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે પ્રેગ્નન્સી દરમિયાન ડ્રિંકિગ સાથે જોડાયેલા 23 રિસર્ચનું વિશ્લેષણ કર્યું અને તેમને પુરાવા મળ્યા કે ગર્ભાવસ્થા દરમિયાન દારૂનું સેવન કરવું બાળકના જન્મનું વજન અને તેના સર્જનાત્મક એટલે કે જ્ઞાન સંબંધી પ્રવૃતિઓ પર અસર થાય છે.


ત્રણ ટ્રાઈમેસ્ટરમાં દારૂનું સેવન ન કરવું
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ પહેલી વખત છે કે, જ્યારે અલગ અલગ રિસર્ચના આટલા બધા પરિણામો જોડીને એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં પ્રેગ્નન્સી દરમિયાન દારૂનું સેવન કરવાથી શું થાય છે તે વિશે જણાવવામાં આવ્યું છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, મહિલાઓએ એ વાતને ગંભીરતાથી લેવી જોઈએ અને પ્રેગ્નન્સીના ત્રણ ટ્રાઈમેસ્ટરમાં દારૂનું સેવન ન કરવું જોઈએ.

જન્મ સમયે બાળકનું વજન ઓછું હોય છે
રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જો કોઈ મહિલા ગર્ભાવસ્થા દરમિયાન દારૂનું સેવન કરે છે તો જન્મ સમયે બાળકનું વજન ઓછું હોય છે પરંતુ અમુક ઉંમર બાદ પણ સમસ્યા થઈ શકે છે અને તેમના અભ્યાસ પર મુશ્કેલી ઉભી થઈ શકે છે.

લોહીથી બાળક સુધી દારૂ પહોંચે છે


વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોઈ સલામત સ્તર અથવા સલામત મર્યાદા નથી એટલા માટે પ્રેગ્નન્સી દરમિયાન દારૂનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. જ્યારે કોઈ મહિલા દારૂનું સેવન કરે છે તો આલ્કોહલ લોહીમાંથી પસાર થયા પછી પ્લેસેન્ટા સુધી પહોંચે છે અને તે પછી તે બાળક સુધી પહોંચે છે અને બાળકને નુકસાન પહોંચાડે છે. એટલા પ્રેગ્નન્સી દરમિયાન દારૂનું સેવન બંધ કરી દેવું જોઈએ.

X
Drinking alcohol in pregnancy can have a bad effect on a child's brain
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી