સરકારી નોકરી / 224 ખાલી જગ્યાઓની ભરતી માટે 'DRDO'એ જાહેરનામું બહાર પાડ્યું, ધો.10 અને ધો.12 પાસ લોકો અરજી કરી શકે છે

'DRDO' releases notification for recruitment of 224 vacancies, Std.10 and Std.12 pass can apply

  • ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનએ 224 ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું
  • અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ 10 અને 12 ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે
  • ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ

Divyabhaskar.com

Sep 14, 2019, 07:37 PM IST

યુટિલિટી ડેસ્ક. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ તાજેતરમાં સ્ટેનો, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ફાયરમેન જેવી જેવી 224 ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ 10 અને 12 ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર 2019 છે.

પે-સ્કેલ
સાતમા પગાર પંચના પે-મેટ્રિક્સ અનુસાર, સ્ટેનોગ્રાફર ગ્રેડ-II સિવાય તમામ પોસ્ટ કોડ માટે લેવલ-2 (રૂ. 19900-63200) છે. તો સ્ટેનોગ્રાફર ગ્રેડ-II માટે પે-લેવલ-4 (રૂ 25500-81100) છે.

પરીક્ષા ફી
જનરલ /ઓબીસી- 100 રૂપિયા
એસસી / એસટી / એક્સ સર્વિસમેન- કોઈ ચાર્જ નથી.

વયમર્યાદા

અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોની વય ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગો માટે સરકારના નિયમો મુજબ વયમર્યાદા છૂટ આપવામાં આવી છે.

ખાલી જગ્યાઓની સંખ્યા

પોસ્ટ કોડ પોસ્ટનું નામ જગ્યા
0301 સ્ટેનોગ્રાફર ગ્રેડ-II( અંગ્રેજી ટાઈપિંગ) 13
0401 એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 'એ' (અંગ્રેજી ટાઈપિંગ) 54
0402 એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 'એ' (હિન્દી ટાઈપિંગ) 4
0501 સ્ટોર આસિસ્ટન્ટ 'એ' (અંગ્રેજી ટાઈપિંગ) 28
0502 સ્ટોર આસિસ્ટન્ટ 'એ' (હિન્દી ટાઈપિંગ) 4
0601 સિક્યોરિટી આસિસ્ટન્ટ 'એ' 40
0701 ક્લાર્ક (કેન્ટીન મેનેડર ગ્રેડ-III) 3
0801 આસિસ્ટન્ટ પેસ્ટ્રી કમ-કૂક 29
0901 વ્હીકલ ઓપરેટર 'એ' 23
1001 ફાયર એન્જિન ડ્રાઈવર 'એ' 6
1101 ફાયરમેન 20

આ 224 ભરતીમાં અલગ અલગ વર્ગો માટે અનામતની પણ જોગવાઈ છે. જેમાં એસસી વર્ગ માટે 15, એસટી માટે 5, ઓબીસી માટે 29, આર્થિક રીત નબળા વર્ગ માટે 12 અને સામાન્ય વર્ગ માટે 163 પદ છે.

પોસ્ટ કોડ પોસ્ટનું નામ લાયકાત
0301 સ્ટેનોગ્રાફર ગ્રેડ-II( અંગ્રેજી ટાઈપિંગ) ઘો.12 પાસ અને ડિક્ટેશન અને ટ્રાંસક્રિપ્શન
0401 એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 'એ' (અંગ્રેજી ટાઈપિંગ) ધો. 12 પાસ
0402 એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 'એ' (હિન્દી ટાઈપિંગ) ધો. 12 પાસ અને હિન્દી ટાઈપિંગ
0501 સ્ટોર આસિસ્ટન્ટ 'એ' (અંગ્રેજી ટાઈપિંગ) ધો.12 પાસ અને અંગ્રેજી ટાઈપિંગ
0502 સ્ટોર આસિસ્ટન્ટ 'એ' (હિન્દી ટાઈપિંગ) ધો. 12 પાસ અને હિન્દી ટાઈપિંગ
0601 સિક્યોરિટી આસિસ્ટન્ટ 'એ' ધો.12 પાસ અને ફિઝિકલ ફિટ
0701 ક્લાર્ક (કેન્ટીન મેનેડર ગ્રેડ-III) ધો.10 પાસ અને અંગ્રેજી/હિન્દી ટાઈપિંગની સાથે કેન્ટિન મેનેજમેન્ટનો બે વર્ષનો અનુભવ
0801 આસિસ્ટન્ટ પેસ્ટ્રી કમ-કૂક ધો.10 પાસ અને કુકિંગમાં બે વર્ષનો અનુભવ
0901 વ્હીકલ ઓપરેટર 'એ' ધો.10 પાસ હોવાની સાથે લાઈસન્સની સાથે વ્હીકલ ચલાવવાનો ત્રણ વર્ષનો અનુભવ
1001 ફાયર એન્જિન ડ્રાઈવર 'એ' ધો.10 પાસ અને વ્હીકલ ચલાવવાનો ત્રણ વર્ષનો અનુભવ

પરીક્ષા

આ ભરતી માટે દેશમા 43 શહેરોમાં ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પરીક્ષાની તારીખ બાદમાં જાહેર થશે.

X
'DRDO' releases notification for recruitment of 224 vacancies, Std.10 and Std.12 pass can apply
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી