યુટિલિટી ડેસ્કઃ ATM કાર્ડ આપણી રોજિંદી જરૂરિયાતોમાંનું એક છે. પરંતુ જો તે ક્યાંક ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ચિંતામાં આવી જવાય છે અને એ પરિસ્થિતિમાં આગળ શું કરવું એ વિશે ઘણા લોકો અજાણ હોય છે. એટીએમ અથવા ડેબિટ કાર્ડ ચોરાઈ જાય કે ખઓવાઈ જાય તો તે કોઈ ખોટા હાથમાં આવી ન જાય તે અંગે સૌથી વધારે ચિંતા રહે છે કારણ કે, કોઈ ખોટી વ્યક્તિના હાથમાં આ કાર્ડ આવી જાય તો એક જ ક્લિકમાં બધા પૈસા ખોટી જગ્યાએ જતા રહેવાનો ભય રહે છે.
ATM કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ગભરાઓ નહીં. પરંતુ સૌપ્રથમ કસ્ટમર કેર પર ફોન કરવો જોઇએ. કસ્ટમર કેરમાં ફોન કરીને ખોવાયેલા કાર્ડની ડિટેલ્સ આપવાની રહેશે. ત્યારબાદ આ કાર્ડ બ્લોક કરવાનું સૂચિત કરવું પડશે. કાર્ડ બ્લોક થતાં જ તમારા મોબાઇલમાં એ સંબંધિત મેસેજ આવી જશે.
કાર્ડ બ્લોક થયા બાદ તમે બીજા કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. આ માટે તમે ઓનલાઇન અથવા ઓફલાઇન બંને રીતનો ઉપયોગ કરી શકશો. અપ્લાય કર્યા બાદ કાર્ડ તમારાં અડ્રેસ પર આવી જશે અને કેટલીક બેંકો તમને તરત જ કાર્ડ આપી દેશે.
કાર્ડ બ્લોક કરવાની અન્ય રીત
ઇન્ટરનેટ બેંકિંગ પોર્ટલથી કાર્ડ હોટ લિસ્ટ કરીને અથવા બ્રાંચ જઇને ડાયરેક્ટ કાર્ડ બ્લોક કરી શકીએ છીએ. આજકાલ બેંક નવી સુવિધા આપી રહ્યું છે. તેમાંની એક છે મોબાઇલ બેંકિંગ એપ, જેની મદદથી કસ્ટરમ જાતે જ જરૂરિયાત મુજબ કાર્ડ બ્લોક અથવા અનબ્લોક કરી શકે છે.
કાર્ડ ખોવાઈ જાય તો તરત જ પોલિસમાં રિપોર્ટ કરો. તમારાં ડેબિટ કાર્ડનો કોઈ દુરુપયોગ ન કરી શકે એ માટે નવું કાર્ડ જારી થયા બાદ બેંક પાસેથી કન્ફર્મ કરી લો કે તમારું જૂનું કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે. કેટલીક પ્રાઇવેટ બેંકોએ એવાં ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવાનાં શરૂ કરી દીધા છે જેમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડના પિનની જરૂર નથી રહેતી. કાર્ડ ફક્ત સ્વાઇપ કરીને પૈસા ઉપાડી શકાય છે. પરંતુ આ સુવિધા માટે એક લિમિટ નક્કી કરવામાં આવી હોય છે. એકવારમાં 20,000 રૂપિયા અથવા 50,000 રૂપિયા જ ઉપાડી શકાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.