સ્કીમ / SBIની અન્યૂઇટિમાં એકવાર પૈસા જમા કરો, દર મહિને કમાણી કરો

Deposit money in SBI annuity scheme, earn every month

Divyabhaskar.com

Nov 09, 2019, 12:26 PM IST

યુટિલિટી ડેસ્કઃ દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સામાન્ય લોકોને ઘણી પ્રકારની બચત યોજનાઓ પૂરી પાડે છે. SBIની આ બચત યોજનાઓમાંની એક છે અન્યૂઇટિ સ્કીમ. આ સ્કીમ હેઠળ, તમે એકવાર રોકાણ કરીને નિયમિત સમય માટે માસિક આવક મેળવી શકો છો. અન્યૂઇટિ પેમેન્ટમાં ગ્રાહક દ્વારા જમા કરવામાં આવેલી રકમ પર વ્યાજની નિશ્ચિત રકમ મળવાની શરૂ થાય છે. SBIની આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવી શકાય છે. આ યોજનામાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.

રોકાણનો સમયગાળો
SBIની આ અન્યૂઇટિ સ્કીમમાં 36, 60, 84 અથવા 120 મહિનાના સમયગાળા માટે રોકાણ કરી શકાય છે. આ રોકાણ પર વ્યાજ દર એ જ હશે જે પસંદ કરેલા સમયગાળાની ટર્મ ડિપોઝિટ માટે હશે. ઉદાહરણ તરીકે, જો તમે 5 વર્ષ માટે અન્યૂઇટિ ડિપોઝિટ કરવા માગતા હો તો જમાકર્તાને 5 વર્ષની FD પર લાગુ થનારા વ્યાજ દર અનુસાર જ વ્યાજ મળશે.

લોન લેવાનો પણ વિકલ્પ
જો આ સ્કીમનો લાભ લેનાર એટલે કે જમાકર્તા મૃત્યુ પામે તો સમય પહેલાં પૈસા ઉપાડવાની મંજૂરી પણ મળે છે. આ સ્કીમ હેઠળ ડિપોઝિટના 75% રકમની લોન પણ લઈ શકાય છે. જો કે, લોનનો વિકલ્પ પસંદ કર્યા પછી પણ જ્યાં સુધી લોનની સંપૂર્ણ ચૂકવણી ન થઈ જાય ત્યાં સુધી ભવિષ્યના અન્યૂઇટિનું પેમેન્ટ લોન ખાતામાં જમા થતું રહેશે. ધારો કે, જો તમે 5 વર્ષ માટે 10,000 રૂપિયાની માસિક એન્યુઇટિ ઈચ્છો તો તમારે 7%ના વ્યાજના દરને ધ્યાનમાં રાખીને 5,07,965.93 રૂપિયા જમા કરાવવાના રહેશે.

કોણ રોકાણ કરી શકે?
આ સ્કીમનો ફાયદો કોઇપણ ઉઠાવી શકે છે. તેમાં પર્સનલ અથવા જોઇન્ટ અકાઉન્ટ, પુખ્ત વયના અને સગીર પણ ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમમાં બીજી બ્રાંચમાં અકાઉન્ટ ટ્રાન્સફર, TDS નિયમો FDના નિયમોના આધારે જ રહેશે.

X
Deposit money in SBI annuity scheme, earn every month
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી