સુવિધા / ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો વીમો પણ ઉતરાવી શકાય છે, કાર્ડ ખોવાઈ જાય તો આર્થિક નુકસાનથી નથી થતું

Debit and credit card insurance can also be insured

Divyabhaskar.com

Feb 12, 2020, 12:39 PM IST

યુટિલિટી ડેસ્કઃ આજકાલ દરેકના પર્સમાં રોકડ સિવાય ઘણાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, રિટેલ સ્ટોર કાર્ડ, લોયલ્ટી પ્રોગ્રામ કાર્ડ, આઈડેન્ટિ કાર્ડ વગેરે સરળતાથી મળી જાય છે. પરંતુ વિચારો કે જો તમારું પર્સ ખોવાઈ જાય અથવા ચોરાઇ જાય તો શું થાય? જુદી જુદી બેંકોમાં કોલ કરીને કાર્ડ બ્લોક કરાવવા પડે, નવાં કાર્ડ માટે અરજી કરવી પડે. તેમજ, નવાં ઓળખ કાર્ડ મેળવવા માટે બહુ દોડધામ પણ કરવી પડે. એવામાં કાર્ડ પ્રોટેક્શન પ્લાનથી તમે તમારી આજીવન મૂડી અને ઓળખ સુરક્ષિત કરી શકો છો. તો ચાલો કાર્ડ પ્રોટેક્શન પ્લાન વિશે વિસ્તૃતમાં જાણીએ.

કાર્ડ પ્રોટેક્શન પ્લાન શું છે?
CPP એટલે કે કાર્ડ પ્રોટેક્શન પ્લાન. આ એક પ્રકારનો કાર્ડ વીમો છે. તેમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની સાથે સ્ટોર, લોયલ્ટી, આધાર, પાન કાર્ડ તમામ સામેલ છે. બધી બેંકો તેમના ગ્રાહકોને પ્રોટેક્શન પ્લાનની સર્વિસ પૂરી પાડે છે. નાના વાર્ષિક પ્રીમિયમ ચૂકવીને આ પ્લાન રિન્ય કરાવવાનો હોય છે.

CPP કેવી રીતે કામ કરે છે?
જો ડેબિટ-ક્રેડિટ કાર્ડ અથવા અન્ય કાર્ડ ખોવાઈ જાય તો CPP કવર કરે છે. ધારો કે, જો તમારું પર્સન ખોવાઈ જાય તો તમારે ફક્ત એક કોલ કરવાનો છે, જેનાથી ખોવાઈ ગયેલા તમામ કાર્ડ એકસાથે બ્લોક કરી દેવામાં આવશે. આ માટે 24 કલાક હેલ્પ માટે હેલ્પલાઇન નંબર 60004000 પર કોલ કરી શકાય છો. ડાયલ કરવા માટે આ નંબરથી તમારે તમારા લોકલ શહેર અથવા STD કોડ નાખવો પડશે. કસ્ટમર કેર ટોલ ફ્રી નંબર 18004194000 પર પણ કોલ કરી શકાય છે.

અન્ય કાર્ડ અને મોબાઇલ સેફ્ટી
તેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વીમા દસ્તાવેજો વગેરેની નોંધણી સામેલ છે. આ બધી માહિતી સિસ્ટમમાં સુરક્ષિત રાખવામાં આવે છે, જે જરૂર પડે ત્યારે કામ આવે છે. આ ઉપરાંત, જો તમારો મોબાઈલ ક્યાંક ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો CPPની મદદથી તેની ફરિયાદ કરી શકાય છે. બેંક પાસે તમારા મોબાઇલ ફોનની IMEI પણ છે, જેની મદદથી મોબાઇલ નેટવર્કમાંથી મોબાઇલ શોધી શકાય છે અથવા સિમ બ્લોક કરાવી શકાય છે.

કાર્ડ બ્લોક ફેસિલિટી
પર્સ ખોવાઈ ગયા બાદ કાર્ડ માટે તમારે વિવિધ બેંકોમાં ફોન નહીં કરવો પડે. ફક્ત એક જ નંબર પર કોલ કરવાથી બધા કાર્ડ્સ એકસાથે બ્લોક થઈ જશે. આનાથી યોગ્ય સમયે કાર્ડ બ્લોક કરવામાં મદદ મળે છે.

મુસાફરી દરમિયાન મદદ
જો ક્યાંક ફરવા ગયા હો અને ત્યાં તમારું પર્સ ખોવાઈ જાય તો આ પ્રોટેક્શન પ્લાન તમારો હોટલનો ખર્ચ ઉઠાવે છે. જો આ સ્થિતિમાં તમારી ટિકિટ પણ ખોવાઈ ગઈ હોય તો તમને નવી ટિકિટ અપાવવામાં પણ મદદ કરે છે. જો કે, આ સેવાઓ બેંકોની યોજનઓ પર પણ આધારીત છે.

ઇમરજન્સી કેશ
CPPથી ઇમરજ્નીસ કેશ મેળવવામાં પણ મદદ મળે છે. આ સર્વિસ ખાસ કરીને ત્યારે મદદરૂપ બને છે જ્યારે તમે દેશમાં જ મુસાફરી કરી રહ્યા હો. સહાય મળ્યા પછી તમારે આ રકમ 28 દિવસની અંદર પરત કરવાની રહે છે.
આ યોજનાની અંદર તમે તમારા પરિવારના સભ્યોને કોઈપણ વધારાની ફી આપ્યા વગર ઉમેરી શકો છો. આ પ્લાનમાં ઘણા ઓપ્શન્સ છે, જે મુજબ તમે તમારા જીવનસાથીનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તેમજ, તેના પરિવારના ચાર સભ્યો જેમાં જીવનસાથીના માતા અને પિતાનું પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

X
Debit and credit card insurance can also be insured

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી