તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Dearness Allowance Hike: Dearness Allowance Hike Latest Today News: Narendra Modi Govt Announces 4 Percent Hike In (DA)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારે મોંઘવારી ભથ્થું 4% વધાર્યું, 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને ફાયદો થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંસદમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA)માં 4%ના વધારાને મંજૂરી આપવામાં આવી છે. આ વધારા પછી DA 21% થઈ ગયું છે. લગભગ 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને આનો લાભ મળશે.
 

કેટલો ફાયદો થશે?
કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 4%નો વધારો એટલે કે માસિક પગાર 720 રૂપિયાથી વધીને 10,000 સુધી થશે. કેન્દ્ર સરકારે અગાઉ જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2020થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) ચૂકવવામાં આવશે. આ જ મહિનાથી DA/DR ચૂકવવામાં આવશે.
 

અગાઉ 2019માં 5% DA વધ્યું હતું
આ પહેલા 10 ઓક્ટોબર 2019ના રોજ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો થયો હતો. ત્યારબાદ DA 12%થી વધીને 17% થઈ ગયું હતું. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત દર વર્ષે અનુક્રમે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી આપવામાં આવે છે અને તેની ચૂકવણી અનુક્રમે માર્ચ અને સપ્ટેમ્બરથી થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો