રાહત / GSTR-1 ફોર્મ ભરવાની ડેડલાઇન 10 દિવસ લંબાવાઈ, લેટ ફી ચૂકવ્યા વગર ફોર્મ ભરી શકાશે

Deadline to fill GSTR-1 form extends 10 days

Divyabhaskar.com

Jan 11, 2020, 12:03 PM IST

યુટિલિટી ડેસ્કઃ નાણા મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી કે, જુલાઈ 2017થી નવેમ્બર 2019 સુધી લેટ ફી ભર્યાં વિના GSTR-1 ફોર્મ ભરવાનો સમયગાળો લંબાવી દેવામાં આવ્યો છે. પહેલાં આ સમયગાળા માટે GSTR-1 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2020 હતી, જેને હવે 7 દિવસ માટે વધારવામાં આવી છે.

GST કાઉન્સિલે સલાહ આપી
નાણા મંત્રાલયે શુક્રવારે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 18 ડિસેમ્બરે મળેલી બેઠકમાં GST કાઉન્સિલે સૂચન કર્યું હતું કે, GSTR-1 ફોર્મ ભરવા પર લાગનારી લેટ ફી વસૂલ ન કરવી જોઈએ. જુલાઈ 2017થી નવેમ્બર 2019 સમયગાળા માટે GSTR-1 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં 10 જાન્યુઆરી હતી.

9 જાન્યુઆરી સુધી 54 લાખ GSTR-1 ફોર્મ ભરાયાં
ટ્વીટમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ છૂટનો લાભ લેનારા વેપારીઓએ વધુ સારો પ્રતિસાદ આપ્યો છે. 9 જાન્યુઆરી સુધીમાં કુલ 54 લાખ GSTR-1 ફોર્મ ભરાયાં છે. એક મહિનામાં સરેરાશ 25 લાખ માસિક GSTR-1 ફાઇલ થાય છે.

મંત્રાલયે એક ટ્વિટમાં લખ્યું છે કે, સારા પ્રતિભાવને ધ્યાનમાં રાખીને અને મેચ ન થનારી ક્રેડિટની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વેપારીઓ જુલાઈ 2017થી લઇને નવેમ્બર 2019ના સમયગાળા માટે GSTR-1ને કોઇ લેટ ફી ચૂકવ્યા વગર જ 17 જાન્યુઆરી 2020 સુધી ભરી શકે છે.

X
Deadline to fill GSTR-1 form extends 10 days

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી