સુવિધા / RRB બેંકોના ગ્રાહકો ભીમ એપમાંથી ટ્રાન્જેક્શન કરી શકશે, મોબાઈલ બેંકિંગની મંજૂરી લેવી જરૂરી

Customers of RRB banks will be able to make transactions through Bhim App

Divyabhaskar.com

Feb 11, 2020, 03:17 PM IST

યુટિલિટી ડેસ્કઃ ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા અને RRB (રિજનલ રૂરલ બેંક)ના ગ્રાહકોની સુવિધા વધારવા માટે રિઝર્વ બેંકે મોબાઈલ બેંકિંગને મંજૂરી આપી છે. RBIએ દેશના તમામ RRBને અન્ય કોમર્શિયલ બેંકોની જેમ આધાર પે, ભીમ એપ અને POS ટર્મિનલના ઉપયોગ મંજૂરી આપી છે. ગત સપ્તાહે મોનેટરી પોલિસી બેઠક બાદ જારી મિનિટ્સમાં RBIએ જણાવ્યું છે કે, ગ્રાહકોને ઓછા ખર્ચે વધુ સુવિધા પ્રદાન કરવા માટે RRBને આધાર પે, ભીમ એપ અને પીઓએસ ટર્મિનલનો ઉપયોગ કરવા મંજૂરી આપી છે. આ સેવાઓનો ઉપયોગ કરવા માટે તમામ RRBએ આવેદન કરવાનું રહેશે. આ સંદર્ભે RBIએ વિસ્તૃત ગાઈડલાઈન જારી કરી છે. જેમાં જણાવ્યું છે કે, આ સેવાઓને શરૂ કરવાની ઈચ્છા રાખતા RRBએ RBI તરફથી મોબાઈલ બેંકિંગની મંજૂરી લેવી પડશે.

સેવા શરૂ કરવા માટે આવશ્યક શરતો

  • RRBની બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત હોવી જોઈએ.
  • આવેદનના છ માસની અંદર IT સિસ્ટમ અને CBSનું IS ઓડિટ હોવું જોઈએ.
  • બેંક પાસે લેણદેણની સુરક્ષા અને ગ્રાહકો પાસેથી પ્રાપ્ત ફરિયાદોના નિવારણ માટે આવશ્યક માળખાગત ઢાંચો ઉપલબ્ધ કરવો પડશે.
  • બેંકના નિર્દેશક મંડળ તરફથી સ્વીકૃત ફરિયાદ નિવારણ પ્રણાલીની રચના કરવી પડશે
  • કાર્ડ ટ્રાન્જેક્શન માટે બેંક પાસે મર્ચન્ટ મર્જર પર નિર્દેશક મંડળ તરફથી મંજૂરી હોવી જરૂરી છે.
  • RRB પર ડિપોઝિટ સ્વીકાર અને ઉપાડ કરવા મામલે કોઈ પ્રતિબંધ હોવો જોઈએ નહીં.
  • મોબાઈલ બેંકિંગની મંજૂરી લેવી પડશે
X
Customers of RRB banks will be able to make transactions through Bhim App

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી