ફેરફાર / CTETની પરીક્ષા માટે એપ્લિકેશન ફોર્મમાં કરેક્શન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

Correction process has been started in the application form for CTET examination

  • ઉમેદવાર કોઈ પણ પ્રકારનાં ફેરફાર આગામી 10 ઓક્ટોબર સુધી કરી શકશે
  • આ પરીક્ષાનું આયોજન 8 ડિસેમ્બર 2019ના રોજ કરવામાં આવશે
  • આ પરીક્ષામાં ધોરણ 1થી 5 સુધીના ટીચર્સ અને ધોરણ 6થી 8 ના ટીચર્સ માટે અલગ અલગ પેપર હોય છે

Divyabhaskar.com

Oct 05, 2019, 03:40 PM IST

યુટિલિટી ડેસ્કઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2019ના ડિસેમ્બરમાં યોજાનારી સેન્ટ્રલ ટીચર્સ એબિજિલિટી ટેસ્ટ (CTET) માટે એપ્લિકેશનમાં કરેક્શન એટલે કે ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા ઉમેદવાર આગામી 10 ઓક્ટોબર સુધી કરી શકશે.

કોઈ પણ પ્રકારનાં ફેરફાર કરવા માટે ઉમેદવાર CTETની ઓફિશિયલ વેબસાઈટ ctet.nic.in પર જઈને કરી શકશે. આ પરીક્ષાનું આયોજન 8 ડિસેમ્બર 2019ના રોજ કરવામાં આવશે.

આ પરીક્ષામાં પાસ થવા માટે 60% લાવવા અનિવાર્ય હોય છે. SC/ST/OBC/દિવ્યાંગ ઉમેદવારો માટે તેમાં 5%ની વધારાની છૂટઆપવામાં આવી છે. CTET પરીક્ષા પાસ કર્યાં બાદ 7 વર્ષ સુધી સર્ટિફિકેટ માન્ય ગણાય છે.

આ પરીક્ષામાં ધોરણ 1થી 5 સુધીના ટીચર્સ અને ધોરણ 6થી 8 ના ટીચર્સ માટે અલગ અલગ પેપર હોય છે. આ પરીક્ષાનો હેતુ સરકારી શાળાઓમાં ગુણવત્તા ધરાવતા શિક્ષકોની નિમણૂક કરવાનો છે.

CTETનું સર્ટિફિકેટ સરકારી શાળાઓમાં ટીચરની નોકરી મેળવવા માટે અનિવાર્ય ગણાય છે. CTET પાસ કરેલા ઉમેદવારોને જ KVS (કેન્દ્રિય વિદ્યાલય સંગઠન), NVS (નવોદય વિદ્યાલય સમિતિ), આર્મી સ્કૂલ અને ERDO (એજ્યુકેશન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)માં ટીચરની નોકરી મળે છે.

X
Correction process has been started in the application form for CTET examination
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી