મોટર વીમા રિન્યૂઅલ / ઈન્શ્યોરન્સ લેતી વખતે એડ-ઓન કવર અને વોલન્ટરી ડિડક્શન પર ધ્યાન આપો

Consider insurance add-on cover and voluntary deduction when taking out insurance

Divyabhaskar.com

Oct 07, 2019, 12:14 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો તમારી પાસે કાર હોય તો તમે ક્યાં તો કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ અથવા થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ લીધો હશે. મોટર ઈન્શ્યોરન્સ પોલિસી એક્સપાયર થાય પહેલાં તેને રિન્યૂ કરાવવાની જરૂર હોય છે. પરંતુ કેટલાક ગ્રાહકો એવા હોય છે જેઓ પોલિસી ખરીદતા પહેલાં તેનાં ફીચર્સ, નિયમો અને શરતો પર જ તેને રિન્યૂ કરાવી લે છે. પોલિસી રિન્યૂ કરાવવી એ તમને તમારી જરૂરિયાતોને ધ્યાનમાં લેવાની અને તે મુજબ પોલિસીમાં ફેરફાર કરવાની તક આપે છે.

એડ-ઓન કવર
મોટર વીમા પોલિસી રિન્યૂ કરાવતાં પહેલાં વીમા કંપનીને પૂછો કે કયા એડ-ઓન કવર છે જે તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ એવા વિસ્તારમાં રહેતા હો જ્યાં પૂર આવી શકે છે, તો તમે તમારા વાહનનાં એન્જિન માટે વધારે વીમા કવર લઈ શકો છો. ઝીરો ડેપ્રિસિએશન અથવા ડેપ્રિસિએશ ન શીલ્ડ વધુ એક એડ ઓન કવ ર છે. આ અંતર્ગત વીમા કંપની ક્લેમ કરતી વખતે ડેપ્રિસિએશનની ગણતરી કરતી નથી અને વાહનના પાર્ટ્સની બજારના ભાવે ચૂકવણી કરે છે.

વોલન્ટરી ડિડક્શન
જો તમે અગાઉની મોટર વીમા પોલિસીમાં આ વિકલ્પ પસંદ નથી કર્યો તો રિન્યૂઅલના સમયે આ વિકલ્પ પસંદ કરી શકો છો. આમાં, વીમાધારક દાવાની સમયે સ્વેચ્છાએ ચોક્કસ રકમ ચૂકવે છે. તેનાથી વીમા પ્રીમિયમની રકમ ઘટી જાય છે. આ પૂર્વ-નિર્ધારિત મર્યાદાથી વધુ દાવાની ચૂકવણી વીમા કંપની દ્વારા કરવામાં આવે છે.

જે ફીચર પોલિસીમાં નથી તે જાણો
મોટર ઈન્શયોરન્સ પોલિસીમાં ફીચર્સની વિગતવાર માહિતી સામેલ હોય છે. આ ઉપરાંત, જે સુવિધા સામેલ નથી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો વર્તમાન પોલિસીમાં કોઈ વિશેષ સુવિધાઓ સામેલ ન હોય તો પછી તમે રિન્યૂઅલ સમયે તે સુવિધઆ સામેલ કરાવી શકો છો.

નવી ટેક્નોલોજીના ફાયદા પર ધ્યાન આપો
વીમા કંપનીઓએ એપ્સ લોન્ચ કરી છે. તેનાથી તમે સ્માર્ટફોનથી મોટર ક્લેમ ફાઇલ કરી શકો છો અને તેને સેટલ કરી શકો છો. ફોટોઝ અને વિડીયોઝની મદદથી એક ચોક્કસ રકમ સુધીના રોકડ દાવાઓ 20 મિનિટમાં સેટલ થઈ જાય છે.

નો-ક્લેમ બોનસ
ગયા વર્ષે કોઈ ક્લેમ ન કરવા પર ઈન્શ્યોરન્સ કંપની વીમાધારકને નો-ક્લેમ બોનસ આપે છે. તેની રકમ પોલિસીના રિન્યૂઅલ વખતે લેવામાં આવતાં પ્રીમિયમના 20%-50% સુધી હોઈ શકે છે.

પોલિસી એક્સપાયર થાય એ પહેલાં રિન્યૂ કરાવો
મૂળભૂત રીતે, મોટર વીમા પોલિસીનો એક્સપાયર થાય એ પહેલાં તેને રિન્યૂ કરાવવી જરૂરી છે. પોલિસી એક્સપાયર થયાના 90 દિવસ પછી નો-ક્લેમ બોનસ માટેની યોગ્યતા સમાપ્ત થઈ જાય છે. તેથી, પોલિસી એક્સપાયર થાય તે પહેલાં તેને રિન્યૂ કરાવી લેવી જોઇએ.

X
Consider insurance add-on cover and voluntary deduction when taking out insurance
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી