કોરોના વાઈરસ માટે ‘Clinikk’ એ ઈન્શ્યોરન્સ પ્લાન શરૂ કર્યો, 499 રૂપિયામાં સારવાર મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક. કોરોના વાઈરસના વધતા પ્રકોપને જોતા Clinikkએ ભારતમાં ઈન્શ્યોરન્સ પ્લાન શરૂ કર્યો છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, આ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ ગ્રાહકો અને તેમના પરિવારોને સારવારમાં મદદ કરશે. કંપનીનો દાવો છે કે, આ પ્લાનને ગ્રાહકોની કોરોના વાઈરસથી સંક્રમિત હોય ત્યારે સ્વાસ્થ્યની જરૂરિયાતોને 360 ડિગ્રી કવરેજ આપવા માટે બનાવવામાં આવી છે. નવો ઈન્શ્યોરન્સ પ્લાન વાર્ષિક 499 રૂપિયાથી શરૂ થાય છે. 
ક્લિનિક હેલ્થકેરના કો-ફાઉન્ડર સંજય બલિગાના જણાવ્યા પ્રમાણે, ચેપથી સંબંધિત બધી વસ્તુઓની સારવાર અનુસાર આ નવો પ્લાન બનાવવામાં આવ્યો છે. તે ઉપરાંત તેમણે લોકો માટે મફત ટેલિકમ્યુનિકેશન સુવિધા શરૂ કરી છે. તેની મદદથી, લોકો 8861188846 પર ફોન કરીને બીમારી વિશેના પ્રશ્નોના યોગ્ય જવાબો મેળવી શકશે.

પ્લાનમાં શું મળશે?
કોરોના વાઈરસ સપોર્ટ પ્લાનમાં પ્રાથમિક સંભાળ અને નાણાકીય સુરક્ષા બંને સામેલ છે. ગ્રાહકોને સંપૂર્ણ સારવાર મળે છે જેમાં ડોક્ટરની સાથે કન્સલ્ટેશન, 24×7 ડોક્ટરની સહાય, અને કોરોના વાઈરસ સાથે સંકળાયેલા કોઈપણ હોસ્પિટલમાં દાખલ થવા પર 1 લાખ રૂપિયાના વીમા કવરનો સમાવેશ થાય છે. આ પ્લાનના કેટલાંક સ્ટેપ્સ clinikk.com પરથી ખરીદી શકાય છે. તે ઉપરાંત ક્લિનિકએ ઓલ ઈન વન ઈન્શ્યોરન્સ સોલ્યુશન ઓફર પણ પ્રદાન કરે છે. જે બિઝનેસ અને કોર્પોરેટ સેક્ટરના સ્ટાફને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે

દેશમાં સંક્રમિતોની સંખ્યા 171 થઈ 
દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતની સંખ્યા 171 થઈ ગઈ છે. તેનાથી ભારતમાં અત્યાર સુધીમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના વાઈરસના વધતા પ્રકોપને જોતા ભારત સરકારે જાહેરાત કરી છે કે, આયુષ્માન ભારત-પીએમ જન આરોગ્ય યોજના (PMJAY ) અંતર્ગત કોરોના વાઈરસ (કોવિડ-19)ના લક્ષણોવાળા દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવશે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ના સીઈઓ ડો. ઈન્દૂ ભૂષણના જણાવ્યા પ્રમાણે, આયુષ્માન ભારત-PMJAY અંતર્ગત સારવાર મળે તેવા લક્ષણોમાં ન્યુમોનિયા, તાવ વગેરે શામેલ છે.

અન્ય સમાચારો પણ છે...