સુવિધા / ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી મળેલી નોટિસ અસલી છે કે નહીં તે સિમ્પલ ઓનલાઈન પ્રોસેસથી ચેક કરો

Check with the Simple Online Process whether the notice from the Income Tax Department is genuine.

  • ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મળેલી નોટિસ વિશે જાણકારી મેળવવી સરળ થઈ ગઈ છે
  • વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ દરેક ઈન્કમ ટેક્સ નોટિસ પર કમ્પ્યુટર જનરેટેડ ‘ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર’ હશે
  • ક્વિક લિંક્સ ટેબની નીચે 'ઓથેન્ટિકેટ' ટેબની નીચે ‘નોટિસ/ઓર્ડર ઈશ્યૂડ બાઈ આઈટીડી’ દેખાશે

Divyabhaskar.com

Nov 06, 2019, 07:46 PM IST

યુટિલિટી ડેસ્ક. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મળેલી નોટિસ વિશે જાણકારી મેળવવી સરળ થઈ ગઈ છે. તેની તપાસ માટે ઈન્કમ ટેક્સ તરફથી નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ’ (CBDT)એ પણ આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ, વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ દરેક ઈન્કમ ટેક્સ નોટિસ પર કમ્પ્યુટર જનરેટેડ ‘ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર’ (DIN)હશે. તે ઉપરાંત હવે નવા નિર્ણય હેઠળ આ નંબર કરદાતાઓને મળનારા તમામ દ્વારા પ્રાપ્ત ડોક્યુમેન્ટ પર પણ જરૂરી થઈ ગયો છે. આ સિસ્ટમ ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં વધુ જવાબદારી અને પારદર્શિતાની ખાતરી કરશે.

સીબીડીટીના નિર્દેશોના જણાવ્યા મુજબ, DIN વિના ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા તમામ દસ્તાવેજો અને પત્રવ્યવહારને અમાન્ય માનવામાં આવશે. જે સ્થિતિમાં DIN લગાવવો જરૂરી નથી માત્ર ત્યાં જ તેને લાગુ કરવાની ફરજ નહીં પડે, પરંતુ આ માટે ઇન્કમટેક્સના પ્રિન્સિપલ કમિશનર અથવા ઇન્કમટેક્સના ડાયરેક્ટર જનરલ પાસેથી મંજૂરી લેવી પડશે.

આ રીતે ચેક કરો ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ અસલી છે કે નહીં

  • સૌથી પહેલાં www.incometaxindiaefiling.gov.in પર જાઓ
  • ક્વિક લિંક્સ ટેબની નીચે 'ઓથેન્ટિકેટ' ટેબની નીચે ‘નોટિસ/ઓર્ડર ઈશ્યૂડ બાઈ આઈટીડી’ દેખાશે. તેના પર ક્લિક કરો.
  • તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર નવું વેબપેજ ઓપન થશે. જે ડોક્યુમેન્ટ મળ્યા છે તેની તપાસ માટે તમને બે ઓપ્શન આપવામાં આવશે. તમે ડોક્યુમેન્ટ ઓરિજનલ છે તેની જાણકારી ડોક્યુમેન્ટ નંબર અથવા પાન, અસેસમેન્ટ યર, નોટિસ સેક્શન, મહિના, યર ઓફ ઈશ્યૂથી મેળવી શકો છો.
  • કેપ્ચા નંબર એન્ટર કરો અને સબ્મિટ પર ક્લિક કરો. જો જારી કરવામાં આવેલ નોટિસ અથવા ઓર્ડર અસલી હશે તો વેબસાઈટ પર તે દેખાશે. વેબસાઈટ પર તમને મેસેજ દેખાશેઃ યસ, નોટિસ ઈઝ વેલિડ એન્ડ ઈશ્યૂડ બાઈ ઈન્કમ ટેક્સ ઓથોરિટી.
  • હવે નોટિસ કમ્પ્યુટર આધારિત ટેક્નિક હેઠળ DIN દ્વારા મોકલવામાં આવશે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અત્યારે રિટર્ન ભરવા અને ફરિયાદ નિવારણ પ્રણાલીમાં તાજેતરના દિવસોમાં ડિજિટલને પ્રોત્સાહન આપ્યું છે. આ તે જ દિશામાં લેવામાં આવેલ એક પગલું છે.
  • સીબીડીટીની માર્ગદર્શિકા મુજબ, આવા પત્રવ્યવહાર 15 દિવસની અંદર ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.
  • ઘણી સ્થિતિમાં જોવા મળ્યું છે કે કાગળો જોઈને પણ તે કોના દ્વારા ઈશ્યૂ કરવામાં આવ્યા છે તે ખબર પડતી નથી. આ જ કારણ છે કે આ નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે, જેના દ્વારા પ્રામાણિક કરદાતાઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
X
Check with the Simple Online Process whether the notice from the Income Tax Department is genuine.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી