તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Check That The Green Light Is On When Withdrawing Money From The ATM, Do Not Use The ATM If The Light Appears

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ATMમાંથી પૈસા કાઢતી વખતે ગ્રીન લાઈટ ચાલું છે તે ચેક કરો, નહીં તો તમારું બેંક અકાઉન્ટ ખાલી થઈ જશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • તમને લાગે કે ATM કાર્ડ સ્લોટમાં કોઈ ચેડાં થયા છે અથવા જો સ્લોટ ખરાબ છે તો ATMનો ઉપયોગ ન કરવો
 • ATM મશીનમાં કાર્ડ સ્વાઈપ કરતા સમયે કાર્ડ સ્લોટમાં લાઈટ ચાલું છે કે નહીં તેના પર ધ્યાન આપવું
 • ATMમાં તમારો પિન નંબર દાખલ કરો ત્યારે તેને એવી રીતે નાખો કે, જેથી ઈમેજ સીસીટીવી કેમેરામાં ન દેખાય

યુટિલિટી ડેસ્ક. આજના સમયમાં  ATMની સુવિધાએ કેશની ચિંતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. ATMના કારણે હવે દરેકની પાસે 24 કલાક રોકડ ઉપાડવાની સુવિધા છે. એવામાં થોડી સાવધાની રાખવામાં આવે તો તમારું બેંક અકાઉન્ટ સુરક્ષિત રાખી શકાય છે. અર્થાત જો તમે તમારા ATMમાંથી પૈસા કાઢો છો તો તમારે પહેલાં તે તપાસી લેવું જોઈએ કે, તમે જે ATMમાંથી પૈસા કાઢો છો તે કેટલું સુરક્ષિત છે. 

ATMમાં સૌથી મોટો ડર કાર્ડ ક્લોનિંગ હોય છે. કાર્ડ ક્લોનિંગનો અર્થ થાય છે કે કોઈ તમારી બધી માહિતી ચોરી કરે છે અને તમારું બીજું કાર્ડ બનાવે છે.

આ રીતે ચોરી થઈ શકે છે

 • હેકર ATM મશીનમાં કાર્ડ સ્લોટમાંથી કોઈ પણ યુઝર્સનો ડેટા ચોરી લે છે.
 • તે ATM મશીનના કાર્ડ સ્લોટમાં એવું ડિવાઈસ લગાવે છે, જે તમારા કાર્ડની સંપૂર્ણ જાણકારી સ્કેન કરી લે છે.
 • ત્યારબાદ તે બ્લૂટૂથ અથવા કોઈ અન્ય વાયરલેસ ડિવાઈસથી તમારો ટેડા ચોરી કરી લે છે

આટલી બાબતોનું ધ્યાન રાખવું
તમારે ડેબિટ કાર્ડનું સંપૂર્ણ એક્સેસ લેવા માટે હેકર્સની પાસે તમારો પિન નંબર હોવો જરૂરી છે. હેકર્સ પિન નંબરને કોઈ કેમેરાથી ટ્રેક કરી શકે છે. તેનાથી બચવા માટે તમે જ્યારે પણ  ATMમાં તમારો પિન નંબર દાખલ કરો ત્યારે તેને એવી રીતે નાખો કે, જેથી ઈમેજ સીસીટીવી કેમેરામાં ન દેખાય. 


જ્યારે તમે  ATMમાં જાવ તો  ATM મશીનના કાર્ડ સ્લોટને ધ્યાનથી જોવું. જો તમને લાગે કે  ATM કાર્ડ સ્લોટમાં કોઈ ચેડાં થયા છે અથવા જો સ્લોટ ખરાબ છે તો તેનો ઉપયોગ ન કરવો. 


ATM મશીનમાં કાર્ડ સ્વાઈપ કરતા સમયે કાર્ડ સ્લોટમાં લાઈટ ચાલું છે કે નહીં તેના પર ધ્યાન આપવું. જો સ્લોટમાં ગ્રીન લાઈટ ચાલું દેખાય તો ATM સુરક્ષિત છે. પરંતુ તેમાં લાલ અથવા અન્ય કોઈ પણ લાઈટ ચાલું દેખાય તો ATMનો ઉપયોગ ન કરવો. કેમ કે, તેમાં કોઈ ખરાબી હોઈ શકે છે.


જો તમને એવું લાગે કે, તમે હેકર્સની  જાળમાં ફસાઈ ગયા છો અને બેંક પણ બંધ છે, તો તમે તરત જ પોલીસનો સંપર્ક કરો. કારણ કે ત્યાં તમને હેકરની ફિંગરપ્રિન્ટ્સ મળશે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે તમારી આસપાસ કોનું બ્લૂટૂથ કનેક્શન કાર્યરત છે. તેનાથી તમે તે વ્યક્તિ સુધી પહોંચી શકો છો. 
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો