નિર્ણય / ICICI બેંકમાંથી પૈસા કાઢવા અને જમા કરાવવા પર 100થી 125 રૂપિયાનો ચાર્જ આપવો પડશે

Charges of Rs 100 to 125 will be charged on withdrawal and deposit of money from ICICI Bank

  • બેંકની શાખામાં મશીન દ્વારા પૈસા જમા કરાવવા પર ચાર્જ ચૂકવવો પડશે
  • મોબાઈલ અથવા ઈન્ટરનેટ બેકિંગ દ્વારા એનઈએફટી, આરટીજીએસ તથા યૂપીઆઈ ટ્રાંજેક્શન ફ્રી

Divyabhaskar.com

Sep 15, 2019, 07:20 PM IST

યુટિલિટી ડેસ્ક. પ્રાઈવેટ સેક્ટરની બેંક ICICI જમા અને ક્લિઅરન્સ પર ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. હવેથી બેંકના તમામ ગ્રાહકોએ બેંકમાં પૈસા જમા કરવવા અથવા ઉપાડવા માટે 100 થી 125 રૂપિયા સુધીની ફી ચૂકવવી પડશે. આ નિયમ 16 ઓક્ટોબરથી લાગૂ થશે પણ આ નિયમ અંતર્ગત મશીન દ્વારા બેંકમાં પૈસા જમા કરવા પર પણ ચાર્જ ચૂકવો પડશે. તે સાથે બેંક પોતાના ઝીરો બેલેન્સ અકાઉન્ટ હોલર્ડસના ખાતાને અન્ય કોઈ બેઝિક સેવિંગ્સ ખાતામાં રૂપાંતરિત કરવા અથવા ખાતું બંધ કરવાની સલાહ પણ આપી શકે છે.

મોબાઈલ બેકિંગ અને ઈન્ટરનેટ બેકિંગ માટે નહીં આપવો પડે ચાર્જ

ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહિત કરવા માટેની પહેલ

ICICI બેંકે શુક્રવાર રાતે એક નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં લખ્યું હતું કે, અમે અમારા ગ્રાહકોને ડિજિટલ મોડમાં બેન્કિંગ ટ્રાંઝેક્શન કરવા પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવને પ્રોત્સાહન મળી શકે. તે ઉપરાંત બેંકને મોબાઈલ બેકિંગ અને ઈન્ટરનેટ બેકિંગ દ્વારા થતા નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર (NEFT), રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેંટ ( RTGS) અને યૂપીઆઈ આપ-લે પર લાગતા તમામ પ્રકારના ચાર્જને નાબૂદ કરવામાં આવ્યા છે.

આરટીજીએસ હેઠળ 45 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે

વર્તમાનમાં 10 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની એનએફટી આપ-લે પર 2.25 રૂપિયાથી લઈને 24.75 રૂપિયા (જીએસટી સહિત) ચાર્જ ચૂકવવો પડે છે. તો બીજી તરફ શાખાઓમાંથી રૂ. 2 લાખથી લઇને 10 લાખ સુધીના આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે, 20 થી 45 રૂપિયાથી લઈને 45 રૂપિયા (જીએસટી સામેલ)નો ચાર્જ ચૂકવવો પડે છે.

X
Charges of Rs 100 to 125 will be charged on withdrawal and deposit of money from ICICI Bank
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી