તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PETના વિકલ્પો અને ટકાઉપણાની સામેના પડકારો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સામાન્ય રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ તમામ વસ્તુઓ માટે થાય છે. દૂધનું પેકેટ હોય કે પછી અનાજનું પેકેટ પ્લાસ્ટિકનો ઉપયોગ અનેક વસ્તુઓમાં થાય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ અનુકૂળ, સુરક્ષિત, સસ્તો હોવાથી ઘણી વખત PET  બોટલનો  ઉપયોગ પાણીનો સંગ્રહ કરવા માટે થાય છે. તેમ છતાં જો પ્લાસ્ટિક યોગ્ય ન હોય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આજકાલ પલાસ્ટિકને લઈને પર્યાવરણના મુદ્દાઓ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પર્યાવરણ માટે સુરક્ષિત બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, ગ્લાસ (કાચ), સ્ટેનલેસ સ્ટીલ અને માટીની બોટલ્સ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. પણ તમારે વિચારવાની જરૂર છે કે કઈ પ્રોડક્ટ અન્ય પ્રોડક્ટ કરતાં સરળ, સગવડતાભરી અને હેલ્ધી છે? તો ચાલો સમજીએ કે શા માટે પ્લાસ્ટિક અન્ય પ્રોડક્ટ કરતાં સારું માનવામાં આવે છે. અન્ય પ્રોડક્ટ એટલે કે સ્ટેનલેસ સ્ટીલ, ગ્લાસ અને માટીની બોટલના ફાયદાની સાથોસાથ અમુક નુકસાન કરે તેવી ઈફેક્ટ પણ છે. તેમ છતાં આ બધા વિકલ્પો પણ ક્યારેક મોંઘા, નુકસાનકારક અને ઉપરછલ્લા પુરવાર થઈ શકે છે. આપણે આ દરેક મટિરિયલનાં અલગ-અલગ વિકલ્પથી ગુણ-અવગુણ સમજીએ.

1.સ્ટેનલેસ સ્ટીલ
ગુ

ટકાઉપણું: સ્ટેનલેસ સ્ટીલ ગ્લાસ અને પ્લાસ્ટિક કરતાં વધારે ટકાઉ છે કારણ કે, તેમાં કાટ લાગતો નથી. તેથી તેમાં સૂર્ય અથવા ગરમીના સંપર્કમાં આવવાથી કેમિકલ ભળતા નથી.
મોટે ભાગે સ્ટેનલેસ સ્ટીલ ક્રોમિયમમાંથી બનાવવામાં આવે છે. ક્રોમિયમને કચડવામાં આવે તો તે  ઓક્સિજનની હાજરીમાં ફરી પોતાનો આકાર લે છે.
સુરક્ષિત: સ્ટીલ સૌથી વધુ સુરક્ષિત ધાતુ છે. તેથી તેનો ઉપયોગ ઘણાં બધાં ઉપકરણોમાં થાય છે. વધારે  તાપમાનના સંપર્કમાં સ્ટીલની બોટલ તૂટી નથી જતી અથવા તો તેને કોઈ નુકસાન થતું નથી. તેથી તે સુરક્ષિત અને રિયુઝેબલ બોટલ છે.

અવગુણ
ટેસ્ટ: કેટલીક સ્ટીલની બોટલ પ્રથમ વખત ઉપયોગમાં મેટાલિક ટેસ્ટ ધરાવે છે. સ્ટેઇનલેસ સ્ટીલ પ્રવાહી પાર્ટિકલ્સને શોષી લે છે. તેથી તેનો સ્વાદ લાંબા સમય સુધી રહે છે અને તે બોટલમાં ભરવામાં આવતા અન્ય પ્રકારના પ્રવાહીમાં ભળે છે. ઉદાહરણ તરીકે સ્ટેનલેસ સ્ટીલના મગમાંથી કેમોમિલ (chamomile) ચા કાઢીને પીધી અને હવે તેમાં અન્ય બેવરેજીસ પીવામાં આવે તો તેની સાથે કેમોમિલ ચાનો સ્વાદ પણ ભળી જશે. જોકે આવી પરિસ્થિતિ ઓછી ગુણવત્તાવળી સ્ટીલની પ્રોડક્ટમાં થાય છે.
ટોક્સિન: કેટલાક રિસર્ચ અનુસાર કેટલીક સ્ટીલની બોટલમાંથી BPA અથવા આયર્ન, ક્રોમિયમ અને નિકલ ભળે છે.
એનર્જી ઇન્ટેન્સિવ: સ્ટેઈનલેસ સ્ટીલના ઉત્પાદનની પ્રક્રિયા અસ્થિર હોય છે. તે મોટા પ્રમાણમાં અશ્મિભૂત ઈંધણ અને ગ્રીનહાઉસ ગેસને વાતાવરણમાં છોડે છે. તેનાથી નજીકમાં રહેતા માણસો અને ઈકોસિસ્ટમ પર જોખમ તોળાય છે.

2. કાચ
વોટલ બોટલ સિલેક્ટ કરવામાં કાચ પણ મહત્ત્વનો વિકલ્પ છે.

ગુણ
ટેસ્ટ: કાચના પાત્રમાં ભરેલ પ્રવાહીનો ફ્લેવર બદલાઈ જતો નથી
ઉપયોગી: ધોવા માટે કાચ ઘણું સલામત છે, ગરમ અને ઠંડાં પીણાં ભરવા માટે તે મદદરૂપ છે, તે કોઈ સુગંધ કે સ્વાદને શોષતું નથી.
 
અવગુણ
નબળાઈ: જો ધ્યાન રાખવામાં ન આવે તો ગ્લાસ આરામથી તૂટી જાય છે, આ કારણે ઘણા લોકો ગ્લાસની બોટલ વાપરવાનું ટાળે છે.
પ્રોડક્શન: ગ્લાસનું પ્રોડક્શન કરતી વખતે ઘણો બધો કાર્બન ઉત્સર્જિત થાય છે. નવી ગ્લાસ બોટલ બનાવવા માટે રિસાઇક્લિંગ પ્રોસેસમાં 50 ટકા એનર્જી વપરાય છે, આથી આ પ્રોસેસ ઘણી ખર્ચાળ છે.
રિસાયક્લિંગ: ગ્લાસ 80 ટકા રિસાયક્લિંગ પ્રોસેસમાં જ બને છે. કાચ ડિકમ્પોઝ થતાં 4000 વર્ષ લાગી જાય છે. પ્લાસ્ટિકની બોટલની સરખામણીએ ઘણાં વર્ષો સુધી તેનો કચરો ધરતી પર પડ્યો રહે છે.
હેલ્થ: માઈક્રોબાઇલ સમૂહની સરફેસને જેને બાયોફિલ્મ કહેવાય છે, તે દરેક પર્યાવરણમાં હાજર હોય છે. જો કે, બાયોફિલ્મ ઈકોસિસ્ટમમાં મહત્ત્વની પોઝિટિવ ભૂમિકા ભજવે છે. તો બીજી તરફ તેની નેગેટિવ ઇફેક્ટ પણ છે. કાચ બાયોફિલ્મ સરફેસ ડેવલપ કરે છે, ઘણીવાર તે નરી આંખે આપણે જોઈ શકતા નથી. ઉદાહરણ તરીકે ઈલેક્ટ્રીક કોઇલમાં જોઈ શકાય છે કે બોરોસિલિકેટ ગ્લાસ અને સ્ટેનલેસ સ્ટીલ પર સ્ટ્રોંગ બાયોફિલ્મ ફોર્મેશન હોય છે, પણ આ જ બાયોફિલ્મ પોલિપ્રોપેલિન મટિરિયલ પર જોવા મળતું નથી.

3.માટીની બોટલ

ગુણ
ટેસ્ટ: માટી પ્રાકૃતિક રીતે ક્ષારયુક્ત હોય છે માટે તે નેચરલ ડીટોક્ષ તરીકે કામ કરે છે. માટી ગારામાંથી બને છે એટલે તેમાં વિટામિન B12 અને બીજા જરૂરી ખનીજ દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોય છે.
ઉપયોગી: માટી ઠંડા અને ગરમ પીણાં માટે યોગ્ય છે. તે ઉનાળામાં પણ પાણીને ઠંડું રાખે છે.

અવગુણ
નબળાઈ: માટી એકદમ નાજુક હોય છે અને સરળતાથી તૂટી જાય છે. બોટલની ગુણવત્તા મુજબ હિટિંગ અને કૂલિંગની અસર તેના પર વહેલી કે મોડી થશે.
લીચિંગ: માટી છિદ્રવાળી હોય છે માટે તમે તેને સાબુ કે નોર્મલ ડિશ વોશિંગ ડિટર્જન્ટની સાફ કરી શકતા નથી. સાબુ માટીમાં ભળી જશે.
હેલ્થ: બોટલ બનાવવા માટે જે માટી વાપરવામાં આવે છે તેને લીધે માટીની બોટલ ક્યારેક ઝેરી હોઈ શકે છે. જમીનમાં અમુક ઝેરી તત્ત્વોની હાજરીને કારણે માટી ઝેરી હોઈ શકે છે અને તેને વિષમુક્ત કરવી એ પડકાર છે ખાસ કરીને ઝેરી દ્રવ્યોની ઓછી પ્રસરણક્ષમતા અને સ્ટ્રોંગ જોડાયેલા રહેવાની ક્ષમતાને લીધે.

4.પ્લાસ્ટિક
પ્લાસ્ટિક એ લોકપ્રિય પસંદગી છે કારણ કે, તે ઘણા બધા આકારો અને કદમાં આવે છે. તેમજ, તે સસ્તો વિકલ્પ પણ છે.

ગુણ
ટકાઉપણું: મજબૂત પ્લાસ્ટિક એ બહુ ટકાઉ મટિરિયલ છે. આ રમતગમત અને અન્ય ભારે-ઉપયોગની પ્રવૃત્તિઓ માટે વપરાતું હોવાથી વધુ લોકપ્રિય છે.
સસ્તું: પ્લાસ્ટિક સૌથી સસ્તો વિકલ્પ મનાય છે. તેથી, ઘણી કંપનીઓ ઇવેન્ટ્સ અથવા ફંક્શનમાં ફરીથી વાપરી શકાય એવી પ્લાસ્ટિકની પાણીની બોટલો આપશે.
વિવિધતા: પ્લાસ્ટિકની બોટલો તમને ગમે તે ઉપયોગ માટે વાપરી શકાય એ માટે વિવિધ પ્રકારના કદ, રંગ અને આકારમાં આવે છે. ઘણીવાર પ્લાસ્ટિક BPA સાથે સંકળાયેલું હોય છે. BPAનો સંપર્ક ચિંતાજનક છે કારણ કે, BPAની સંભવિત સ્વાસ્થ્ય અસરો ગર્ભ અને શિશુઓ અને બાળકોની મગજ અને પ્રોસ્ટેટ ગ્રંથિ પર પડે છે. જો કે, PET બોટલો BPA વગર પ્રોડ્યૂસ થાય છે અને તે પોલિએસ્ટર ફેમિલી સાથે સંકળાયેલ સ્પષ્ટ, મજબૂત અને હળવા વજનનું પ્લાસ્ટિક હોય છે. તે વર્ચ્યુઅલ રીતે બધી વ્યક્તિગત અને 2 લિટર પાણી અને સોફ્ટ-ડ્રિંક બોટલ માટે વપરાય છે, જે વૈશ્વિક સ્તરે વેચાય છે અને તે વિશ્વભરના ખોરાક અને પીણાં માટે એક લોકપ્રિય પેકેજિંગ પસંદગી છે કારણ કે, તે આરોગ્યપ્રદ છે, તાજગી જાળવી રાખે છે અને ઝડપથી તૂટતું નથી.

અવગુણ
સ્વાદ: સ્ટેઈનલેસ સ્ટીલની જેમ પ્લાસ્ટિકની બોટલો ગરમ પ્રવાહીમાંથી અમુક પ્રવાહી કણોને શોષીને સ્વાદ અને ગંધને અસર કરી શકે છે.
જ્યારે પાણીની બોટલ અને પેકેજિંગની વાત આવે ત્યારે પ્લાસ્ટિક સૌથી સસ્તું અને લોકપ્રિય પસંદગી છે, જ્યારે આરોગ્ય, રિસાઇક્લિંગ અને ટકાઉપણાંની વાત આવે ત્યારે પ્લાસ્ટિકના વિકલ્પો સમાન જોખમો ધરાવે છે. જો કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં તેની પ્રતિષ્ઠા વધી છે તેમ છતાં, જ્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ અસરકારક રીતે કરવામાં આવે ત્યારે તેના ફાયદાઓ વિશે આપણે વધુ શીખવાની જરૂર છે. તો ચાલો એક ઝલકમાં જાણીએ કે કેવી રીતે પ્લાસ્ટિક હજી પણ પર્યાવરણ અને દૈનિક ઉપયોગિતા માટે સારો વિકલ્પ હોઈ શકે છે.
પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો એ ત્યારે જ ટકાઉ પસંદગી હોઈ શકે જો આપણે તેની યોગ્ય નિકાલની પદ્ધતિ અપનાવીએ અને તેને રિસાઇકલ કરવાની આપણી આદત બનાવીએ.

રિસાઈક્લિંગની પ્રક્રિયા
પ્લાસ્ટિકનું રિસાઈક્લિંગ કરવાની પ્રક્રિયા પર્યાવરણ સુધારવા ઉપરાંત રિસાઈકલ કરેલા મટિરિયલમાંથી વિવિધ પદાર્થો બનાવવામાં પણ મદદરૂપ બને છે. પ્લાસ્ટિકનું રિસાઈક્લિંગ કરી શકવાની ક્ષમતા તેનું સૌથી મોટું જમા પાસું છે. એ રીતે જોઈએ તો પ્લાસ્ટિક એક અત્યંત રિસોર્સફુલ મટિરિયલ છે અને આથી જ તેને ‘વેસ્ટ’ તરીકે જોવાને બદલે એક મૂલ્યવાન સ્રોત તરીકે જોવું જોઈએ. પ્લાસ્ટિકનું રિસાઈક્લિંગ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવા માટેનો એક ટકાઉ સ્રોત પણ છે.


જ્યારે પ્લાસ્ટિકની બોટલ્સનું રિસાઈક્લિંગ કરવામાં આવે છે ત્યારે તેમાંથી કેટલીયે નવી વસ્તુઓ જેમ કે, ટી-શર્ટ્સ, સ્વેટર્સ, વૂલન જેકેટ, જેકેટ, સ્લીપિંગ બેગ્સ માટેનું ઈન્સ્યુલેશન, કાર્પેટ અને નવી બોટલો વગેરે બનાવી શકાય છે. દાખલા તરીકે, દસ બોટલોનું રિસાઈક્લિંગ કરવાથી જે પ્લાસ્ટિક ફાઈબર મળે તેમાંથી એક નવું ટી-શર્ટ બનાવી શકાય છે. આથી પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઈકલિંગ અને રિયુઝ કરવાથી સ્થાનિક ઉત્પાદકોને બહોળા પ્રમાણમાં સોર્સ મટિરિયલ મળી રહે છે. આજે જ્યારે આપણા દેશમાં ઉપભોકતાવાદ વધી રહ્યો છે ત્યારે અન્ય દેશોની જેમ ભારતમાં પણ પ્લાસ્ટિક મેનેજમેન્ટ એ તાત્કાલિક ઉકેલ માગતો કોયડો બની ગયો છે. રસપ્રદ વાત એ છે કે આપણા દેશમાં જેટલો પ્લાસ્ટિક વેસ્ટ પેદા થાય છે, તેમાંથી લગભગ 60 ટકા જેટલા જથ્થાનું રિસાઈક્લિંગ થાય છે, જ્યારે બાકીનો 40 ટકા પર્યાવરણમાં ભળે છે.


ભારતમાં દરરોજ 15,722 ટન પ્લાસ્ટિક વેસ્ટ પેદા થાય છે, પરંતુ રાહતની વાત એ છે કે આટલા બહોળા પ્રમાણમાં નીકળતા પ્લાસ્ટિક વેસ્ટને રિસાઈકલ કરવા માટેનું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણા દેશમાં છે. આપણે ત્યાં 30 હજાર રિસાઈક્લિંગ યુનિટ્સ છે, અને આ રિસાઈક્લિંગ ઈન્ડસ્ટ્રીમાં 40 લાખ લોકો કામ કરે છે. મુખ્ય મુદ્દો એ છે કે આપણે પ્લાસ્ટિકનો પણ અન્ય વેસ્ટ સાથે જ નિકાલ કરીએ છીએ. આથી તે યોગ્ય સ્થિતિમાં રિસાઈકલર્સ પાસે પહોંચતું નથી અને અંતે તે લેન્ડફિલ સાઈટ્સમાં જમા થાય છે. આની પાછળ આપણી બેદરકારી જ જવાબદાર છે. ‘ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યુટ’ (TERI)ના એક નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ભારતમાં પ્લાસ્ટિક મેનેજમેન્ટના ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં રોજગારી પેદા કરવાની ક્ષમતા છે.

 • શું તમે પ્લાસ્ટિકને છૂટું પાડીને રિસાઈક્લિંગમાં મોકલવાના શપથ લો છો?

હા/ના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો