શિષ્યવૃત્તિ / CBSEએ સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે શિષ્યવૃત્તિ યોજનાની અંતિમ તારીખમાં વધારો કર્યો

CBSE extended the end date of the Scholarship Scheme for Single Girl Child

  • ધોરણ 10માં 60% કે તેથી વધારે ટકવારીથી ઉતીર્ણ થયેલી વિદ્યાર્થીનીઓને આ સ્કીમનો લાભ મળે છે
  • અરજદાર ઓફલાઈન હાર્ડ કોપી 25 નવેમ્બર સુધી સબમિટ કરાવી શકે છે

Divyabhaskar.com

Oct 22, 2019, 04:07 PM IST

યુટિલિટી ડેસ્કઃ CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)એ સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ સ્કીમ માટે અરજી કરવાની તારીખને 31 ઓક્ટોબર સુધી લંબાવી છે. આ અગાઉ અંતિમ તારીખ 18 ઓક્ટોબર હતી. અરજદાર ઓફલાઈન હાર્ડ કોપી 25 નવેમ્બર સુધી સબમિટ કરાવી શકે છે. અરજદાર CBSEની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

આ સ્કોલરશિપનો લાભ 10th બોર્ડ પરીક્ષા પાસ કરેલી પાસ કરેલી કિશોરીઓને જ મળે છે. CBSEનાં નોટિફિકેશન મુજબ 11 અને 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓની માટે CBSE મેરિટ સ્કોલરશિપ સ્કીમ અને વર્ષ 2018માં 10મું ધોરણ પાસ કરેલ ગર્લ ચાઈલ્ડ આ

અરજી કરી શકે છે.

આ સ્કીમ અંતર્ગત CBSE બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ધોરણ 10 પછી આગળ ભણવા માગતી અને ધોરણ 10માં 60% કે તેથી વધારે ટકવારીથી ઉતીર્ણ થયેલી વિદ્યાર્થીનીઓને આ સ્કીમનો લાભ મળે છે.


આ સ્કીમ અંતર્ગત વિદ્યાર્થીનીઓને પ્રતિ માસ 500 રૂપિયા આપવામાં આવશે. આ સ્કીમનું નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો: http://cbse.nic.in/newsite/attach/Extension%20of%20last%20date%20public%20notice%202019.pdf

અરજી કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ CBSEની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ‘CBSE Scholarship Portal’ પર ક્લિક કરો.
  • ત્યારબાદ 10મા ધોરણનો રોલ નંબર અને બર્થડેટ સહિતની વિગત ભરો.
  • ત્યારબાદ તમામ વિગતોને ચકાસીને ફોર્મ સબમિટ કરો.
  • સબમિટ કર્યા પછી જનરેટ થતાં રજિસ્ટ્રેશન નંબરને નોટડાઉન કરી લો.
  • સબમિટ કરેલા ફોર્મ પર સ્કૂલના સહી સિક્કા કરાવીને ફરી તેને ઓનલાઇન અપલોડ કરો.
  • ત્યારબાદ કન્ફર્મેશન ફોર્મ પર ક્લિક કરો.
X
CBSE extended the end date of the Scholarship Scheme for Single Girl Child
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી