- Gujarati News
- National
- Broken And Bad Currency Notes Can Be Exchanged At Any Bank, Full Refund Will Be Given
કોઇપણ બેંકમાં ફાટેલી અને ખરાબ ચલણી નોટો બદલાવી શકાશે, સંપૂર્ણ રિફંડ મળશે
યુટિલિટી ડેસ્કઃ જો તમારી પાસે જૂની ફાટેલી નોટ હોય, જેને કોઈ દુકાનદાર કે અન્ય વ્યક્તિ ન લઈ રહ્યું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવી ચલણી નોટો તમે કોઇપણ નજીકની બેંકમાં જઇને સરળતાથી બદલાવી શકો છો. RBIએ બદલવામાં આવતી ચલણી નોટો માટે ત્રણ કેટેગરી બનાવી છે. આ કેટેગરી હેઠળ વિવિધ પ્રકારને ડેમેજ થયેલી નોટ રાખવામાં આવી છે. કેટેગરી પ્રમાણે આ નોટો પર મળતું રિફંડ પણ અલગ-અલગ છે.
ખરાબ નોટોની ત્રણ કેટેગરી છે
ઇમ્પરફેક્ટ નોટ્સ
આ કેટેગરી હેઠળ એ નોટ આવે છે જેની પર પ્રિન્ટ કરવામાં આવેલી જાણકારી પાણી પડવાથી અથવા વારંવાર એક હાથમાંથી બીજા હાથમાં જવાને કારણે આછી થઈ જાય છે.
મ્યૂટિલેટેડ નોટ્સ
આ કેટેગરી હેઠળ એ નોટ આવે છે જે ફાટી ગઈ છે અને તેના તમામ ટૂકડાં તમારી પાસે છે.
મિસમેચ્ડ નોટ્સ
આ કેટેગરી હેઠળ એ નોટ આવે છે જે ફાટી ગયેલી હોય છે અને અલગ-અલગ કિંમતની નોટના ટૂકડાં ચોંટાડીને બનાવવામાં આવી હોય છે.
કેટલું રિફંડ મળશે?
- મ્યૂટિલેટેડ કેટેગરીવાળી નોટ માટે 50 રૂપિયા અથવા તેનાથી વધુ કિંમતવાળી નોટનો સૌથી મોટો ટૂકડો જો તેની સાઇઝથી 80%થી વધુ હળે તો સંપૂર્ણ રિફંડ મળશે. પરંતુ જો સૌથી મોટો ભાગ 40%થી 80% વચ્ચેનો હોય તો એક્સચેન્જ કરાવવા પર નોટની કિંમતનું અડધું રિફંડ જ મળશે.
- તેમજ, નોટનો સૌથી મોટો ભાગ 40%થી ઓછો હશે તો કંઇ જ રિફંડ નહીં મળે. જો કે, જો નોટ બે ટૂકડાંમાં હશે અને બંને ટૂકડાં તેની સાઇઝના 40% અથવા તેનીથી મોટાં છે તો સંપૂર્ણ રિફંડ
- મળશે. પરંતુ 20 રૂપિયા કે તેનાથી વધુ કિંમતવાળી કરન્સીની સ્થિતિમાં નોટની સાઇઝનો 50% ટૂકડો થવા પર પણ સંપૂર્ણ રિફંડ મળશે.
- ઇમ્પરફેક્ટ કેટેગરીવાળી નોટની પ્રિન્ટ જો બહુ વધારે ખરાબ નથી થઈ અને બેંક અધિકારી સંતુષ્ટ છે કે આ નોટ નકલી નથી તો મેયૂટિલેટેડ કેટેગરી અનુસાર નોટની સાઇઝના આધારે રિફંડ મળશે.
- બીજીબાજુ, મિસમેચ્ડ કેટેગરીની સ્થિતિમાં 50 રૂપિયાથી વધુ કિંતમ ધરાવતી નોટના બંને ટૂકડાં અલગ-અલગ નોટ માનવામાં આવશે અને તેના આધારે જ રિફંડ આપવામાં આવશે. આ કેટેગરી હેઠળ મળતું રિફંડ આ નોટની સાઇઝ પર ડિપેન્ડ કરશે.
આ બાબતો ધ્યાનમાં રાખો
- એક દિવસમાં મહત્તમ 20 નોટો અથવા 5000 રૂપિયાથી ઓછીની નોટો બદલી શકાય છે. તેનાથી વધુ થાય તો ત્રીસ દિવસની અંદર રિફંડ આપવામાં આવશે. આ ઉપરાંત, આ સ્થિતિમાં બેંક ચાર્જ વસૂલી શકે છે.
- જો તમે એવી કોઈ નોટ બદલાવવા માગો છો જે સંપૂર્ણ રીતે સડી અથવા બળી ગઈ હોય અથવા તો એ રીતે જોડાઈ ગઈ હોય કે એકબીજાથી અલગ ન થઈ શકે એવી હોય તો બેંક આવી નોટ બદલવાની ના પાડી શકે છે. તદુપરાંત, જો બેંકને લાગે કે નોટ જાણી જોઈને ખરાબ કરવામાં આવી છે તો પણ બેંક નોટ બદલવાની ના પાડી શકે છે.