સર્વિસ / IRCTCની ‘બુક નાઉ-પે લેટર’સર્વિસ શરૂ, પહેલાં ટ્રેનની ટિકિટ બુક કરો, પેમેન્ટ પછી કરો

Book IRCTC 'Book Now-Pay Letter' Service, Book Train Tickets First, After Payment

  • IRCTC ની એક એવી સર્વિસ છે જેના વિશે મોટેભાગે કોઈને ખબર નથી
  • IRCTCની ‘બુક નાઉ-પે લેટર’ સર્વિસના ઉપયોગથી તમે ટિકિટ બુક કરીને બાદમાં પેમેન્ટ કરી શકો છો
  • આ સુવિધા અંતર્ગત મુસાફરો બુકિંગના 14 દિવસ સુધી ચુકવણી કરી શકે છે

Divyabhaskar.com

Nov 06, 2019, 04:43 PM IST

યુટિલિટી ડેસ્ક. રેલવેની કેટલીક સર્વિસ એવી હોય છે જેના વિશે સામાન્ય લોકોને જાણકારી હોતી નથી. પરંતુ આ સુવિધાઓ તેમના માટે ખૂબ ઉપયોગી હોય છે. ‘ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન’ (IRCTC)ની એક એવી સર્વિસ છે જેના વિશે મોટેભાગે કોઈને ખબર નથી. આ સર્વિસ છે IRCTCની ‘બુક નાઉ-પે લેટર’ સર્વિસ. આ સર્વિસના ઉપયોગથી તમે ટિકિટ બુક કરીને બાદમાં પેમેન્ટ કરી શકો છો. IRCTCની આ સર્વિસનો એ પણ ફાયદો છે કે તમારે તત્કાલ ટિકિટ બુકિંગના સમયે તમે પેમેન્ટ ગેટવે ફેલ્યોર જેવી સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

આ રીતે ઉપયોગ કરો આ સર્વિસનો

  • IRCTC અકાઉન્ટ પર લોગ ઈન કરો
  • તમારી મુસાફરીની વિગતો ભરો
  • પેમેન્ટ પેજ પર જઈને ‘પે લેટર’નો ઓપ્શન પસંદ કરો
  • તેના પર ક્લિક કરશો ત્યારે તમે ઈ-પે લેટરની વેબસાઈટ પર રિ-ડાયરેક્ટ થઈ જશે. અહીં તમારે લોગઈન કરીને બુકિંગ અમાઉન્ટ કન્ફર્મ કરવાની રહેશે.

પેમેન્ટ માટે મળે છે 14 દિવસનો સમય
આ સુવિધા અંતર્ગત મુસાફરો બુકિંગના 14 દિવસ સુધી ચુકવણી કરી શકે છે. તેમાં તેમને વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. તમારે 3.50% સર્વિસ ચાર્જ તેમજ ટેક્સ ભરવો પડશે. તે ઉપરાંત ઇ-પે લેટર હાલમાં 0% ટ્રાન્ઝેક્શન ફી પણ ઓફર કરી રહી છે.

જો તમે 14 દિવસની અંદર પેમેન્ટ ન કરી શકો તો તમારી ક્રેડિટ ઓછી થઈ શકે છે, જેથી તમે બીજી વખત IRCTCની આ સુવિધાનો લાભ લઈ શકશો નહીં. એટલું જ નહીં તમારું IRCTC અકાઉન્ટ પણ ડિ-એક્ટિવેટ કરવામાં આવી શકે છે.

X
Book IRCTC 'Book Now-Pay Letter' Service, Book Train Tickets First, After Payment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી