• Home
  • Utility
  • Utility News
  • Biodegradable water bottles will be found at railway stations and trains, starting with the Tejas Express train.

સુવિધા / રેલવે સ્ટેશનો અને ટ્રેનમાં બાયોડિગ્રેડેબલ પાણીની બોટલ મળશે, તેજસ એક્સપ્રેસ ટ્રેનથી શરૂઆત કરવામાં આવી

Biodegradable water bottles will be found at railway stations and trains, starting with the Tejas Express train.

  • જાન્યુઆરી વર્ષ 2020થી તમામ એક્સપ્રેસ ટ્રેન અને જંક્શન પર બાયોડિગ્રેડેબલ પાણીની બોટલ વેચવામાં આવશે
  • IRCTCએ પેકેજિંગ માટે બાયોડિગ્રેડેબલ મટિરિયલ્સ નો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો

Divyabhaskar.com

Oct 07, 2019, 06:33 PM IST

યુટિલિટી ડેસ્કઃ રેલવે સ્ટેશનો અને ટ્રેનમાં હવે બાયોડિગ્રેડેબલ એટલે કે સરળતાથી વિઘટિત થતી પ્લાસસ્ટિકની બોટલમાં પાણી (રેલ નીર) મળશે. દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસથી તેની શરૂઆત કરવામાં આવી છે. જાન્યુઆરી વર્ષ 2020થી તમામ એક્સપ્રેસ ટ્રેન અને જંક્શન પર બાયોડિગ્રેડેબલ પાણીની બોટલ વેચવામાં આવશે. IRCTCએ પેકેજિંગ માટે બાયોડિગ્રેડેબલ મટિરિયલ્સનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. IRCTCએ ટ્વીટ કરીને તેની માહિતી શેર કરી છે.

રેલ નીરથી વાર્ષિક 176 કરોડ રૂપિયાની આવક
રેલ નીરથી રેલવે આશરે વાર્ષિક 176 કરોડ રૂપિયાની આવક ઊભી કરે છે. તે રેલવેની કુલ આવકના 7.8% છે. રેલ નીર માટે દેશભરમાં 10 પ્લાન્ટ છે, જેની ક્ષમતા પ્રતિદિન 10.9 લાખ લિટર પાણીનું પેકેજિંગ કરવાની છે. રેલવેએ બીજા 6 નવા પ્લાન્ટ લગાવવાની શરૂઆત કરી છે. આ સિવાય રેલ નીર માટે 4 નવા પ્લાન્ટ 2021 વર્ષ સુધીમાં ઊભા કરવા માટે કંપનીના બોર્ડે મંજૂરી આપી છે.

મુંબઈ રાજધાની એક્સપ્રેસમાં બોટલ ક્રશિંગ મશીન લગાવવામાં આવ્યું છે
પશ્ચિમ રેલવેએ પ્રથમ વખત મુંબઈ રાજધાની એક્સપ્રેસમાં એક પોલિઈથાઈનીલ ટેરેફ્થેલેટ (પીઈટી) બોટલ ક્રશિંગ મશીન લગાવ્યું છે. આ મશીન પ્રતિ દિવસ 3000 બોટલ ક્રેશ કરે છે. આ મશીન ‘સ્વચ્છ ભારત’ અને ‘ગો ગ્રીન મિશન’ અંતર્ગત લગાવવામાં આવ્યું હતું.

X
Biodegradable water bottles will be found at railway stations and trains, starting with the Tejas Express train.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી