તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Be Careful If You Do Not Use Debit Card And Credit Card If You Have, The Card May Be Closed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ હોવા છતાં તેનો ઉપયોગ ન કરતાં હો તો ચેતી જજો, કાર્ડ બંધ થઈ શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓ માટે એક ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી 16 માર્ચ 2020 સુધી ઓનલાઇન અથવા કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન ન કર્યું તો આ સુવિધા બંધ થઈ જશે. આ સુવિધા ચાલુ રાખવા માટે જરૂરી છે કે તમે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 16 માર્ચ પહેલાં ઓછામાં ઓછું એકવાર ઓનલાઇન કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરી લો. અન્ય સેવાઓ માટે તમારું ડેબિટ/ક્રેડિટ કાર્ડ ચાલુ રહેશે. આ નવો નિયમ 16 માર્ચ 2020થી નવા કાર્ડ્સ માટે પણ લાગુ થઈ જશે. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટા કાર્ડથી થતાં ટ્રાન્ઝેક્શનની સુરક્ષા વધારવા માટે ભારતીય રિઝર્વ બેંકે 15 જાન્યુઆરી 2020ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તેમાં કાર્ડ આપનારી કંપનીઓ અને બેંકોને એ તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સને ઓનલાઇન લેવડ-દેવડ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ સર્વિસીસ બંધ કરવા માટે કહ્યું હતું, જેનો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે ક્યારેય ઉપયોગ કરવામાં નથી આવ્યો. કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની મદદથી કાર્ડ હોલ્ડરને ટ્રાન્ઝેક્શન માટે સ્વાઇપ કરવાની જરૂર નથી રહેતી. પોઇન્ટ ઓફ સેલ (PoS) મશીનથી કાર્ડ થોડા અંતરે હોય તો પણ પેમેન્ટ થઈ જાય છે. એક ટ્રાન્ઝેક્શનની લિમિટ 2000 રૂપિયા છે. એક દિવસમાં પાંચ કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. તેમાં RFID ટેક્વોલોજીનો ઉપયોગ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser