બેંકિંગ / 26થી 29 ઓક્ટોબર સતત 4 દિવસ બેંકો બંધ રહેશે, જરૂરી કામ નિપટાવી લો

Banks will be closed for 4 consecutive days from 26 to 29 October

Divyabhaskar.com

Oct 21, 2019, 01:24 PM IST
યુટિલિટી ડેસ્કઃ ઓક્ટોબર મહિનાના અંતમાં 26થી 29 ઓક્ટોબર સુધી સતત 4 દિવસ બેંકો બંધ રહેશે. એવામાં જો તમારે બેંક સાથે સંકળાયેલું કોઇ કામ પતાવવાનું હોય તો આ રજાઓને ધ્યાનમાં લઇને વહેલી તકે નિપટાવી લો, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આ કારણોસર 4 દિવસ બેંકો બંધ રહેશે
  • 26 ઓક્ટોબરે ચોથો શનિવાર હોવાને કારણે બેંકોમાં રજા રહેશે.
  • 47 ઓક્ટોબરે રવિવાર છે અને આ દિવસે દિવાળી પણ હોવાથી બેંકો બંધ રહેશે.
  • 28 ઓક્ટોબરે બેસતું વર્ષ નિમિત્રો બેંકોમાં રજા રહેશે.
  • 29 ઓક્ટોબરે ભાઇબીજ હોવાથી બેંકો બંધ રહેશે.
આ કામો અટકી શકે છે
સતત 4 દિવસ બેંકો બંધ રહેવાના કારણે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS), નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT), ચેક ક્લિયરન્સ વગેરે જેવા કામો અટકી શકે છે. તેમજ, ATMમાં રોકડની અછત પણ તમને પરેશાન કરી શકે છે.
X
Banks will be closed for 4 consecutive days from 26 to 29 October
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી