તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુટિલિટી ડેસ્ક. બેંક ઓફ બરોડાએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)રિવાઈઝ કરવા વિશે જાણકારી આપી છે. બેંકે આ વિશે શુક્રવારે જાણકારી આપી હતી. ત્યારબાદ હવે એક મહિનાના મેચ્યુરિટી પિરિઅડ માટે MCLR 7.65 ટકા ઘટાડીને 7.60 ટકા કરવામાં આવ્યો છે. સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં બેંકેના જણાવ્યા પ્રમાણે, MCLRમાં આ નવા રિવીઝનને 12 જાન્યુઆરી 2020થી લાગુ કરી દેવામાં આવશે.
ઉપરાંત બેંકમાં એક રાત માટે MCLR ટેન્યોર માટે 7.65 ટકા, એક મહિના માટે 7.60 ટકા, ત્રણ મહિના માટે 7.80 ટકા, છ મહિના માટે 8.10 ટકા અને એક વર્ષ માટે 8.25ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઈન્ડિયન બેંકે પણ રિવાઈઝ કર્યો હતો.
3 જાન્યુઆરીએ ઈન્ડિયન બેંકે પણ વિવિધ મેચ્યુરિટી પિરિઅડ માટે MCLR રિવાઈઝ કર્યો હતો. ઈન્ડિયન બેંકે 1 રાતની મેચ્યુરિટી પિરિઅડ માટે MCLR 7.95 ટકાથી ઘટાડીને 7.90 ટકા કર્યો હતો.
કેવી રીતે નક્કી થાય છે MCLR?
માર્જિનલ એટલે કે અલગથી અથવા વધારે. જ્યારે પણ બેંક લેન્ડિંગ રેટ નક્કી કરે છે, તો તે બદલાયેલી સ્થિતિઓમાં ખર્ચ અને માર્જિનલ કોસ્ટને પણ કૅલ્ક્યુલેટ કરે છે. બેંકોંના સ્તર પર ગ્રાહકોને ડિપોઝીટ પર આપવામાં આવતા વ્યાજ દર સામેલ હોય છે. MCLRને નક્કી કરવા માટે ચાર ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવે છે. તેમાં ફંડનો વધારાનો ચાર્જ પણ સામેલ હોય છે. નેગેટિવ કેરી ઓન CRR પણ સામેલ હોય છે. સાથે ઓપરેશન કોસ્ટ ઓક ટેન્યોર પ્રીમિયમ સામેલ હોય છે.
જૂના કસ્ટમરને પણ ફાયદો થશે
CRR ફૉર્મ્યૂલાનો ફાયદો એક કસ્ટમરની સાથે જૂના કસ્ટમરને પણ મળશે. જે કસ્ટમરને MCLR બદલતા પહેલા લોન લીધી છે અને તેની લોન લેન્ડિંગરેટ ફૉર્મ્યૂલાથી જોડાયેલ હોય છે, તો MCLR ઘટવાની સાથે તેની EMI ઘટી જાય છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.